ધર્મ જ્ઞાન

આવતીકાલે ભીમ અગિયારસ રહેવાનું ભુલતા નહિ.. આખઆ વર્ષની એકાદશીનું પુણ્ય મળશે.. વાંચો શા માટે

919views

મંગળવાર, 2 જૂને નિર્જળા એકાદશી છે. વર્ષભરની બધી જ એકાદશીઓથી વધારે મહત્ત્વ જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીનું છે. જેને નિર્જળા, પાંડવ અને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે, આ એક દિવસના વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓ સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

આ એકાદશીને ભીમસેની એકાદશી શા માટે કહેવામાં આવે છેઃ-
મહાભારતની એક પ્રચલિત કથા પ્રમાણે ભીમે એકાદશી વ્રતના સંબંધમાં વેદવ્યાસને કહ્યું હતું કે, હું એક દિવસ તો શું, એક સમય પણ ભોજન વિના રહી શકું નહીં. જેના કારણે હું એકાદશી વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરી શકીશ નહીં. ત્યારે વેદવ્યાસે જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશી વિશે જણાવ્યું. તેમણે ભીમને કહ્યું કે, આ દિવસે એકાદશીનું વ્રત રાખો. આ એક વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓનું પુણ્ય મળી જશે. ભીમે આ એકાદશીએ વ્રત કર્યું હતું, જેના કારણે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.

આ એકાદશીને નિર્જળા એકાદશી શા માટે કહેવામાં આવે છેઃ-
આ તિથિએ નિર્જળ રહીને એટલે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે, એટલાં માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. વ્રત કરનાર ભક્તો પાણી પણ પીતા નથી. સવાર-સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે બારસ તિથિએ પૂજા-પાઠ અને બ્રાહ્મણને ભોજન કરાવીને સ્વયં ભોજન ગ્રહણ કરે છે.

Leave a Response

error: Content is protected !!