Corona Update

કેન્દ્રની આરોગ્ય ટીમે ગુજરાતની કોરોનાની કામગીરી અંગે શું કહ્યુ ? CM રૂપાણી વિશે કહી આ ખાસ વાત

211views
  • CM રૂપાણીની સરકારે કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા પ્રભાવી પ્રયાસો કર્યા છે : નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ
  • કોરોનાકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રશાસનનાં કાર્યો-પ્રયાસોને બિરદાવતા કેન્દ્રીય તજજ્ઞ ટીમનાં સભ્યો
  • ગુજરાતનાં શહેર-જિલ્લામાં ધન્વંતરિ રથો, એ.પી.એક્સ સર્વેલન્સ, કન્ટેઈન્ટમેન્ટ સ્ટ્રેટેજી, ૧૦૪ હેલ્પલાઈન, કોવિડ વૉર રૂમ જેવાં સકારાત્મક પગલાંઓથી કેન્દ્રીય ટીમ પ્રભાવિત થઈ ઉઠી
  • રૂપાણી સરકારના કોરોના સંક્રમણ નિયંત્રણ પગલાં કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલોની સારવાર-સેવાઓથી સંતોષ વ્યક્ત કર્યો

ગુજરાતમાં કોરોના કોવિડ-19ની કામગીરીની દેખરેખ-સમીક્ષા માર્ગદર્શન માટે આવેલી કેન્દ્રીય ટીમે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વ હેઠળ કોરોના સંક્રમણ નિયંત્રણનાં કાર્યો અને જનજાગૃતિનાં ઉપાયોની પ્રસંશા કરી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, ICMRના ડાયરેકટર ડૉ. બલરામ ભાર્ગવ, AIIMSના ડૉ. રણદીપ ગુલેરિયા અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના અધિક સચિવ શ્રીમતી આરતી આહુજાએ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની આ બેઠકમાં કેન્દ્રીય ટીમે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે ખાસ કરીને આરોગ્ય સેતુ એપનાં સુઆયોજિત ઉપયોગના આધારે છેક ગ્રામીણ સ્તર સુધી કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવા, ધનવંતરી રથના માધ્યમથી લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવા આપવી તેમજ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઊભા કરવાની જે પહેલરૂપ કામગીરી કરી છે તે દેશના અન્ય રાજ્યો માટે ઉદાહરણ રૂપ બની રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય ટીમના સૂઝાવો-માર્ગદર્શનના આધાર પર રાજ્ય સરકાર ભાવિ રણનીતિ સ્ટ્રેટેજી ઘડીને કોરોના સામેનો જંગ જીતશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય ટીમને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે દરેક જિલ્લામાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે તેની જાણકારી આપી હતી.

કેન્દ્રીય ટીમ સી.એમ. ડેશબોર્ડની આ સફળતાથી પ્રભાવિત થઈ હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમિતોને સારવાર માટેનું માર્ગદર્શન તેમજ લોકોને સતર્ક રહેવાની સમજ આપવા સરકારને મદદરૂપ થવા રાજ્યના શ્રેષ્ઠ તબીબોના એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની રચના કરવામાં આવી છે તેની પણ માહિતી કેન્દ્રીય ટીમને આપી હતી, આરોગ્ય સેવાઓનો વ્યાપ અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર સુવિધાથી ટીમને માહિતગાર કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય ટીમે સુરતની મુલાકાત લઈને સુરત શહેર જિલ્લાની કોરોના વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ટીમે સુરતના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.

તેઓ જિલ્લા પ્રશાસન અને પાલિકા દ્વારા કોવિડ નિયંત્રણ અને સારવાર વ્યવસ્થા માટે ધન્વંતરિ રથો, એ.પી.એક્સ સર્વેલન્સ, કન્ટેઈન્ટમેન્ટ સ્ટ્રેટેજી, ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન, કોવિડ વૉર રૂમ જેવાં સકારાત્મક પગલાંઓથી પ્રભાવિત થયાં હતા, અને તેનાથી મળેલાં પરિણામોની સરાહના પણ કરી હતી. ડાયરેક્ટરશ્રીએ કોરોના વાયરસના સંક્રમણ સામેની લડતમાં ગુજરાત સરકારની આગેવાની હેઠળ સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગે કરેલા કાર્યો-પ્રયાસો સરાહનીય હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, રૂપાણી સરકારે દર્દીઓના જીવન બચાવવામાં કોઈ ઊણપ ન રહી જાય તેના પર સમગ્રતયા ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે પ્રશંસનીય છે.

Leave a Response

error: Content is protected !!