રાજનીતિ

આજે નીતિ આયોગની 5મી બેઠકની અધ્યક્ષતા કરશે નરેન્દ્ર મોદી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

103views

શનિવાર એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગની ગવર્નિગ કાઉન્સિલની પાંચમી બેઠકની અધ્યક્ષતા કરશે. તેમજ આ બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવાની છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સભ્ય તરીકે રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, નાણા તથા કોર્પોરેટ કાર્ય મંત્રી, કૃષિ અને ખેડૂણ કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ તથા પંચાયતી રાજ મંત્રી ભાગ લેશે.

આ બેઠકમાં દુષ્કાળની સ્થિતિ તથા રાહત, કૃષિ ક્ષેત્રની સમસ્યા, રેઈનવોટર હાર્વેસ્ટિંગ અને ખરીફ પાક માટે તૈયારીઓ, એપીએમસી અધિનિયમના મુદ્દા અંગે ચર્ચા કરશે. સત્તાવાર નિવેદન પ્રમાણે, આજે બેઠકમાં મુખ્ય પાંચ મુદ્દા એજન્ડામાં મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, કૃષિમાં માળાખાકીય સુધાર, જળ સંચય, આવશ્યક વસ્તુ અધિનિયમ અને સુરક્ષા સંબંધિત મુદ્દઓ વિશે પણ ચર્ચા થશે. તે સિવાય સૌથી મહત્વ નક્સલ પ્રભાવિત જિલ્લાઓને લઈને ખાસ વિચાર વિમર્શ થશે.

બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્ય, સીઈઓ તથા સીનિયર અધિકારી સામેલ થશે. આ ઉપરાંત વિશેષ આમંત્રિત તરીકે માર્ગ પરિવહન તથા રાજમાર્ગ અને સૂક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યમ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી, રેલ તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ ભાગ લેશે.

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી આ બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્ય, સીઈઓ તથા સીનિયર અધિકારી સામેલ થશ. તે સિવાય વિશેષ આમંત્રિત તરીકે માર્ગ પરિવહન તથા રાજમાર્ગ અને સૂક્ષ્મ લધુ તથા મધ્યમ ઉદ્યમ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી, રેલ તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ સામેલ થશે.

જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, નીતિ પંચની પાસે રાજ્યોની યોજનાઓના સમર્થન માટે નાણાકીય અધિકાર નથી, તેવામાં આ રીતની બેઠક રાખવી બેકાર છે. અત્યાર સુધીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં ગર્વર્નિંગ કાઉન્સિલની 4 બેઠક થઈ ગઈ છે.

Leave a Response

error: Content is protected !!