Corona Update

કોરોના ટેસ્ટને લઈને મોટુ એલાન કરતા નીતિનભાઈ પટેલ, હવે નાગરિક પોતાની ઈચ્છા મુજબ….

4.9Kviews
  • ખાનગી ડોક્ટરની ભલામણ બાદ નાગરિક પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ કરાવી શકશેઃ નીતિન પટેલ
  • ખાનગી ડોક્ટરે આવા નાગરિકોની જાણ મહાનગરપાલિકાને કરવાની રહેશે
  • અમદાવાદમાં નાગરિકો હવે પ્રાઈવેટ લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે,
  • આવતીકાલથી અમલ શરૂ

નીતિન પટેલે આજે કોરોનાને પહોંચી વળવા માટે સરકાર શું શું  વધારે સારુ કરી શકે છે એના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને મદદરૂપ થવા માટે આરોગ્ય વિભાગ તરફથી અમદાવાદના 10 નિષ્ણાંત ડોક્ટરોની મદદ મળી છે અને એમની નિમણુક કરવામા આવી છે. આ બધા જ ડોક્ટર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાંત છે અને તે ડોક્ટર કોરોના સામે લડવા માટે સરકારને મદદ કરી રહ્યા છે. મુખ્યમંત્રી સાથે અને અમારા કોર ગૃપ સાથે આ ડોક્ટરની 3 વખત મીટિંગ થઈ ચૂકી છે. ગઈ કામે અમારા કોર ટીમની મુખ્યમંત્રી સાથે મિટીંગ થઈ હતી.

અમદાવાદમાં જે નાગરિકોને લાગતુ હોય કે તેમને કોરોના શંકાસ્પદ છે તેઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે પ્રાઈવેટ લેબમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, અત્ચારસુધી નાગરિકો માત્ર સરકાર દ્વારા લેવાયેલા સેમ્પલનું જ ટેસ્ટિંગ કરાવી શકતા હતા, તેના બદલે હવે એમડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે નાગરિકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય અને તેના ટેસ્ટ કરાવવાની ભલામણ કરશે તો ખાનગી લેબોરેટરીમાં એ નાગરિકો પોતાનો ટેસ્ટ કરાવી શકશે. જેની જાણકારી જે તે ડોક્ટરે મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે. આ નિર્ણય આવતીકાલથી લાગૂ પડશે.

હવે 1400 જેટલા MD સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે લોકો જઈને તેની શારીરિક તપાસ કરાવી શકશે. તેમજ જો એ ડોક્ટરને એવું લાગશે કે આ દર્દીમાં કોરોનાના લક્ષણ છે. તો એની માહિતી મુજબ સેમ્પલ લઈને તેનો કોરોના ટેસ્ટ થઈ શકશે. અને જો એનો ટેસ્ટ પોઝિટીવ આવશે તો સરાકર તરફથી તેને સારવારની સુવિધા આપવામાં આવશે. માટે જો હવે કોઈને એવું લાગે કે આ કોરોના ટેસ્ટ કરવાની જરૂર છે તો એવા લોકો હવે પ્રાઈવેટ દવાખાનામાં જઈને પણ ટેસ્ટ કરાવી શકશે.

Leave a Response

error: Content is protected !!