રાજનીતિ

રાજ્યની મેડિકલની 5360 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રીએ આપી જાણકારી

105views

રાજ્યમાં MBBS અને આયુર્વેદમાં પ્રવેશની તમામ પ્રક્રિયા પૂણ કરવામાં આવી છે. જેના પગલે લાગુ થયેલી નવી બોન્ડ પોલિસીને લઈને નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતુ કે સરકારી ખર્ચે મેડિકલ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ પાંચ લાખ રૂપિયાના બોન્ડ સહીત રૂ.15 લાખ રૂપિયાની વધુ ગેરેંટી આપવી પડશે. આ પૈસા ભર્યા બાદ જ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર બાદ જ તે પ્રેક્ટિસ કરવા માટે લાયક ગણાશે.

સરકારી મેડિકલ અથવા સરકારી સહાય ધરાવતી કોલેજોમાં ડિગ્રી મેળવનારને એક વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમાં નોકરી કરવી પડશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારમાં પડતી ડોકટરોની અછતમાં ધટાડો થશે. પહેલા ગ્રામીણ વિસ્તારમાં નોકરી કરવાની મર્યાદા 3 વર્ષથી ઘટાડીને એક વર્ષની કરાઈ છે. જે ડોક્ટર એક વર્ષથી ઓછી નોકરી ગ્રામીણ વિસ્તારમાં કરશે તેને સરકારમાં રૂ.20 લાખ ભરવા પડશે. એક વર્ષથી ઓછી નોકરી કરનાર ડોક્ટર રૂ.20 લાખ નહિ ભરે તેને ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા દેવામાં નહિ આવે.

 

રાજ્યમાં 300 પથારીથી વધુની હોસ્પિટલ ખોલવામાં આવી છે જેની જાહેરાત પણ ના.મુ.મંત્રીએ કરી હતી

Leave a Response

error: Content is protected !!