રાજનીતિ

ડે.સીએમ નીતિન પટેલની પાણીદાર જાહેરાત.. પશુ-પાલકો અને ખેડુતો થયા રાજીના રેડ

2.34Kviews

ખેડૂતો અને પશુપાલકોને પાણી પુરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડાઈ રહ્યું છે એવું નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.

  • ઉત્તર અને મધ્ય ગુજરાતના દશ પૈકી આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવાનો નિર્ણય કર્યો છે.
  • નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી હયાત એસ્કેપ સ્ટ્રક્ચરનું સંચાલન કરી હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, મેશ્વો, સાબરમતી, રૂપેણ,પુષ્યાવતી તથા બનાસ મળી કુલ 10 નદીઓમાં નર્મદાનાં પાણી છોડવાની વ્યવસ્થા કરાઈ છે
  • તે માટે નર્મદા મુખ્ય નહેરમાં પાણીનું વહેણ 11000થી વધારીને 13000 ક્યૂસેક કરાયું છે.

હાલ આ નદીઓ પૈકીનું હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, સાબરમતી, રૂપેણ અને બનાસ મળી કુલ 8 નદીઓમાં 1806 ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે જ્યારે મેશ્વો અને પુષ્પાવતી નદીમાં ટૂંક સમયમાં પાણી છોડાશે. જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતોને અને પશુપાલકોને લાભ થશે સાથે સાથે ભૂગર્ભ જળ રિચાર્જ થશે.

Leave a Response

error: Content is protected !!