વિકાસની વાત

નીતિનભાઈ પટેલની મોટી જાહેરાત, ખાનગી લેબમાં અને ઘરે બોલાવીને કોરોના ટેસ્ટ કરાવાના ભાવ નક્કી કરાયા

2.47Kviews
  • કોરોના ટેસ્ટને લઈને નાયબ મુખ્યમંત્રીની મોટી જાહેરાત
  • કોરોના ટેસ્ટના દરમાં 50 ટકાનો ઘટાડો
  • કોરોના ટેસ્ટ પ્રાઈવેટ લેબમાં હવે માત્ર 2500 રૂપિયામાં થશે
  • ઘરે બોલાવીને ટેસ્ટ કરશો તો 3 હજાર રૂપિયામાં થશે
  • પહેલા કોરોના ટેસ્ટ 4 થી 5 હજાર સુધી થતો હતો
  • આજથી નવા ભાવનો અમલ શરૂ
  • મનમાની કરનાર લેબની માન્યતા રદ્દ કરાશે
  • સરકારી હોસ્પિટલમાં મફતમાં જ કોરોના ટેસ્ટ થશે

રાજ્ય સરકારે કોરોનાનાં ટેસ્ટિંગમાં કરેલો દરોમાં ઘટાડો આજથી જ અમલમાં થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે જો કોઈ લેબ વધારે ભાવ લેશે તો લેબની માન્યતા રદ્દ કરવામાં આવશે. દરરોજ સરેરાશ 500 લોકો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવે છે. નીતિન પટેલે કહ્યું કે જેમને જરૂર છે તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. તેમણે એ પણ ભારપૂર્વક કહ્યું કે કોરોના સામે રાજ્યમાં પુરતી વ્યવસ્થા છે. રાજ્ય સરકારનાં નિર્ણય પ્રમાણે હવે કોરોના ટેસ્ટ ઘરે બેઠા પણ શક્ય છે અને 3 હજાર રૂપિયામાં ઘરે બેઠા કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશે. નીતિન પટેલે કહ્યું કે, PPE કીટ, ટેસ્ટિંગ કીટ પુરતા પ્રમાણમાં છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગ પ્લાનિંગ પ્રમાણે આગળ વધે છે.

Leave a Response

error: Content is protected !!