વિકાસની વાત

PM મોદીના આજના કાર્યક્રમાં નહિ થાય ઉજવણી…સાદગીપુર્વક યોજાશે અભિવાદન સમારોહ…

124views

લોકસભા ચૂંટણીમાં વિજયી બન્યા બાદ લોકલાડિયા પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા હોવાથી અમદાવાદ ખાતે અભિવાદન સમારોહ રાખવામાં આવેલ છે. સુરતની ઘટનાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ કાર્યક્રમ સાદગી પૂર્વક રાખવામાં આવેલ છે જેમાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવામાં નહીં આવે તેમજ ઢોલ-નગારા-ત્રાંસ વગેરે પણ વગાડવામાં આવશે નહીં. આ કાર્યક્રમ સંગઠનના કાર્યકર્તાઓ અને નાગરિકોનું અભિવાદન ઝીલવા પૂરતું જ રહેશે. આજના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપે ભવ્ય ઉજવણી કરવાનું ટાળ્યું છે.

વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ પહેલા હિરાબાનાં આર્શીવાદ માટે ગુજરાત આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી માતાના આર્શીવાદ લીધા પછી જ કોઈ મોટુ કાર્ય કરે છે દર વખતની જેમ  આ વખતે પણ મોદી  માતા હિરાબાને મળશે. જણાવી દઈએ કે નેરેન્દ્ર મોદી અને અમિત શાહ સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યારબાદ ખાનપુર ખાતે અભિવાદ સમારોહમાં પહોંચશે. નરેન્દ્ર મોદી આજનું રાત્રિરોકાણ ગાંધીનગર રાજભવનમાં કરવાના છે.સોમવારે સવારે પીએમ કાશી તરફ રવાના થશે.

error: Content is protected !!