વિકાસની વાત

હાથ નથી તો શું આત્મવિશ્વાસ તો છે ને ! હાથ વિના જેસિકા બની છે પાઈલોટ

142views

હાથ નથી છતા પાઈલોટ છે… બરાબર વાંચ્યુ તમે હાથ વિના અમેરિકામાં રહેતી જેસિકા પ્લેન ઉડાવે છે .

દિલમાં વિશ્વાસ અને મનમાં જુસ્સો હોય એટલે આ દુનિયા પર રાજ કરવા કોઈ અટકાવી ના શકે. સપનોની ઉડાન માટે પાંખો હોવી જરૂરી નથી. બસ, આત્મવિશ્વાસ મજબુત કરો ઈમારત જાતે ઉભી થઈ જશે.પોતાની નબળાઈને બારસાખ બનાવીને જુઓ શરીર રૂપી મકાન તો આપોઆપ ચણાઈ જશે. બસ ધ્યેય નક્કી કરો રસ્તો આપોઆપ મળી જશે.

કોઈ પણ વસ્તુ અશક્ય નથી તે જેસિકાએ સાબિત કરી દીધી છે. જેના હાથ નથી હોતા તેમનું  પણ નસીબ હોય છે તેવું આ છોકરીએ સાબિત કર્યુ છે. ૨૦૦૫માં અરિઝોનાની યુનિવર્સીટીમાંથી અભ્યાસ પૂરો કરી ને તેને વિમાન-ચાલક અર્થાક પાયલોટની તાલીમ શરુ કરી.

૩૬ વર્ષની જેસિકા જે આજે યુએસની પહેલી પાઈલોટ લાઇસન્સ ધારક છે જે પોતાના હાથ વગર પણ વિમાન ને ઉચાઈઓ સુધી ઉડાવે છે.  જીંંદગી સામે ફરિયાદ કરવા કરતા જેસિકાએ જીંદગીને જીવવાનું શિખ્યું છે. પિયાનો વગાડવા, કાર ડ્રાઇવિંગ જેવી પ્રવુતિઓ પણ ડર વગર કરી લે છે. દુનિયા ફરવાનું સપનું લઇ ને જન્મી છે. ૨૦ થી પણ વધુ દેશોમાં પ્રેરણાત્મક સ્પીકર તરીકેની ઓળખાણ ધરાવે છે.

Image result for jessica cox pilot born without arms in gujarati

શરીરના અંગો આપણા શસ્ત્ર બને એવું જરૂરી નથી. ક્યારેક આપણો આત્મવિશ્વાસ પણ શસ્ત્ર બની શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ જેસિકા છે.. સ્વામી વિવેકાનંદના શબ્દો જેસિકા દ્વારા યર્થાથ સાચા પડ્યા છે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.. હાથ ના હોવા છતા જેસિકાએ  હકીકત સ્વીકારી છે અને જીવન ને સુંદર રીતે વળાંક આપ્યો છે.

તેના જેવા બીજા અનેક બાળકો માટે એક આદર્શ પાત્ર બની છે.  આભાર જેસિકા સૌ કોઈને પ્રેરણા આપવા બદલ…

 

Leave a Response

error: Content is protected !!