Corona Update

ટુ વ્હિલર પર એકથી વધુ વ્યકિત મુસાફરી કરશે તો દંડ : શિવાનંદ ઝા DGP, કોરોનાની લડાઈ લાંબી ચાલશે

1.17Kviews
  • ટુ વ્હિલર પર એકથી વધારે વ્યક્તિઓ મુસાફરી ન કરે.
  • ફોર વ્હીલરમાં બેથી વધુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે.
  • કોરોના લાંબા ગાળાની લડાઈ છે, એક -બે મહિનામાં પુર્ણ નહિ થાય
  • લોકડાઉનનો ભંગ જણાય તો 100 નંબર પર ફોન કરો.  

દુકાનો ખોલવા સંદર્ભે DGPનું નિવેદન. એક – બે મહિનામાં પુરુ થાય તેમ નથી. આ લાંબા ગાળાની લડાઈ છે : શિવાનંદ ઝા. બાઈક પર એકથી વધુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનનો ભંગ કરશે તો કાયદાકીય કાર્યવાહી થશે. ટુ વ્હીલર પર એકથી વધુ વ્યક્તિ મુસાફરી ન કરે. ફોર વ્હીલરમાં બેથી વધુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

અમે અગાઉથી અપીલ કરીએ છીએ તેમ આજે શરૂ થયેલા રમઝાન માસમાં ધાર્મિક સ્થળે લોકો એકઠા ન થાય. ધાર્મિક સ્થળે લોકોના ટોળો દેખાશે તો દ્રોન સર્વેલન્સને આધારે કાર્યવાહી કરીશું. રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ન થાય, ડ્રોન સર્વેલન્સમાં લોકડાઉન ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

લોકડાઉનનો ભંગ જણાય તો 100 નંબર પર ફોન કરો. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રમઝાન માસમાં ઘરેથી ઈબાદત કરવા કરી અપીલ. રમઝાન માસ દરમિયાન લોકો ભેગા ન થાય. ધાર્મિક સ્થળો પર લોકો ભેગા ન થાય, ડ્રોનથી ધાર્મિક સ્થળો પર નજર રખાઈ રહી છે.

પોલીસ પર હુમલો કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી. અત્યાર સુધીમાં 13 ગુનામાં 35 આરોપીઓને પાસા હેઠળ અટકાયત. આરોપીઓને સુરત જેલમાં મોકલવામાં આવ્યા. પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારાયું છે

સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા 37 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. કન્ટેન્મેન્ટ વિસ્તારમાં દુકાન ખોલવાની કોઈ છૂટ નથી. ગાઈડલાઈનના ભંગ બદલ કાર્યવાહી થશે. સુરત – અમદાવાદને લઈને DGPનું મહત્વનું નિવેદન. સુરત – અમદાવાદ બંને વિસ્તાર માટે આયોજન કરાય છે. સિનિયર અધિકારીઓને અમદાવાદ મોકલાયા હતા. 5 સિનિયર IAS અધિકારીઓ આજે આપશે રિપોર્ટ. રિપોર્ટના આધારે કામગીરી હાથ ધરાશે.

Leave a Response

error: Content is protected !!