રાજનીતિ

સબ રજીસ્ટ્રાર કચેરીમાં જવાની નથી જરૂર, ઘરે બેઠા જ ઈ-પેમેન્ટથી ડ્યુટી કરો ભરપાઈ

118views

રાજ્યમાં સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધણી માટે રજુ થતા દસ્તાવેજોમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ હેઠળ ભરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ સ્ટેમ્પ પેપર, ફ્રેન્કીંગ મશીનથી અથવા ઈ-સ્ટેમ્પિંગથી ભરપાઈ કરવા ઉપરાંત ઓનલાઇન ઈ-પેમેન્ટથી ઘર બેઠા પોતાની જાતે અનુકૂળ સમયે કરી શકાય છે. ઓનલાઇન ઇ-પેમેન્ટ થી સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે  જાણો કેવી રીતે કરવાની કાર્યવાહી.

  1.  પક્ષકારે garvi.Gujarat.gov.in સાઈટ ઉપર Public Data Entry લીંક પર જરૂરી વિગતો ભરીને પોતાનું લોગ ઈન આઈ.ડી.બનાવવાનું રહે છે.
  2. ઉક્ત લોગ ઈન આઈ.ડી.ની મદદથી લોગીન થઈને પક્ષકારે વેચાણ થતી મિલકતને લગતી જરૂરી વિગતો ભર્યેથી ઓનલાઇન પેમેન્ટની સુવિધાથી સ્ટેમ્પ ડ્યુટી ઈન્ટરનેટના માધ્યમથી ઘર બેઠા પોતાની જાતે અનુકૂળ સમયે ચૂકવી શકાય છે.
  3. ઈ-પેમેન્ટથી સ્ટેમ્પ ડ્યુટી ભર્યા અંગેના ચલણની પ્રિન્ટ કાઢીને પક્ષકારે દસ્તાવેજની નોંધણી માટે સંબંધિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં જવાનું રહેશે. આ વિગતો ઓનલાઇન ઈ-પેમેન્ટથી સ્ટેમ્પ ડ્યુટી ભરી આ પ્રકારના દસ્તાવેજો કરી શકાય છે જેમકે (૧) કોઈપણ સ્થાવર મિલકતના વેચાણ દસ્તાવેજ (૨) કોઈપણ બેંક,નાણાકીય સંસ્થા માંથી લોન લેવા માટે કરવામાં આવતા ગીરોખત, ટાઈટલ ડિડ્સ વગેરે દસ્તાવેજ (૩) મિલકત અદલા-બદલાના દસ્તાવેજ (૪) મિલકત બક્ષીસના દસ્તાવેજ (૫) ભાગીદારીના દસ્તાવેજ કરી શકાય છે. પક્ષકાર ઇન્ટરનેટ બેન્કિંગ,માસ્ટર/વિઝા/મેસ્ટ્રો/રૂપે ડેબિટકાર્ડ, વિઝા/માસ્ટર કેડીટકાર્ડ અને આઈ.એમ.પી.એસ.ના માધ્યમથી ઓનલાઇન પેમેન્ટ થી સ્ટેમ્પ ડ્યુટી પોતાના અનુકૂળ સમયે ગમે ત્યારે ભરી શકે છે.

Leave a Response

error: Content is protected !!