Corona Update

શું તમારી નોકરી કોરોનાને કારણે જતી રહી છે ? તો છોડી દો ચિંતા સરકાર બે વર્ષ માટે રૂપિયા આપશે

5.8Kviews

જો કોરોના ક્રાઈસિસના કારણે તમારી નોકરી પર પણ જોખમ મંડારાઈ રહ્યું છે તો  ‘અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના’  તમારા માટે મદદરૂપ થઈ શકે છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની અટલ બિમિત કલ્યાણ યોજના અંતર્ગત નોકરી જવા પર સરકાર 24 મહિના સુધી તમને આર્થિક મદદ કરે છે. આ યોજનાનો લાભ લેવા માટે યોજનામાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 

  • કોરોનાને કારણે નોકરી ગુમાવનારને સરકાર કરશે બે વર્ષ સુધી મદદ
  • સીધા બેંકના ખાતામાં રૂપિયા જમા થશે
  • સરેરાશ આવકના 25 ટકા (દર મહિને) આપવામાં આવશે
  • આ સ્કિમ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

કોણ લઈ શકે છે તેનો લાભ?
જો તમે પ્રાઈવેટ સેક્ટર (ઓર્ગનાઈઝ્ડ સેક્ટર)માં નોકરી કરો છો અને તમારી કંપની PF/ESI દર મહિને તમારા પગારમાંથી કાપે છે તો તમને આ યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે નિર્ધારિત 78 દિવસનું યોગદાન આવશ્યક છે. એટલે કે, બેરોજગારી પહેલાં ફાળાની અવધિમાં ઓછામાં ઓછા 78 દિવસનો ફાળો આપવો જરૂરી છે. આ સ્કીમ અંતર્ગત રાહત માટે ક્લેમ બેરોજગાર થયાના ત્રણ મહિના બાદ ચૂકવવામાં આવશે. 

એક જ વખત લાભ લઈ શકો છો
અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો લાભ કર્મચારી જીવનમાં એક જ વખત લઈ શકે છે. જો બિમિત વ્યક્તિ એક વખત સર્વિસ ગેપ દરમિયાન આ યોજનાનો લાભ લે છે તો તે ફરીથી નહીં લઈ શકે. રાહતનો દાવો કરવા માટેના સમયગાળા દરમિયાન કર્મચારી બેરોજગાર હોવા જોઈએ. બેરોજગાર વ્યક્તિ માટે આ લાભ તેના છેલ્લા 90 દિવસની સરેરાશ આવકના 25 ટકા (દર મહિને) જેટલો લાભ આપવામાં આવશે.

કેવ રીતે રજિસ્ટ્રેશન કરાવવું

  • તેનો લાભ લેવા માટે તમારે ESICની વેબસાઈટ પર જઈને અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો
  • https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793e9098d125.pdf
  • આ ફોર્મ ભરીને તમારે તેને કર્મચારી રાજ્ય વીમા નિગમની નજીકની શાખામાં સબમિટ કરાવવાનું રહેશે
  • આ ફોર્મની સાથે 20 રૂપિયાનું નોન- જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરીથી એફિડેવિટ પણ આપવાનું હોય છે
  • તેમાં AB-1થી લઈને AB-4 ફોર્મ જમા કરાવવાનું રહેશે

ગેરવર્તનને કારણે નોકરી જવા પર ફાયદો નહીં મળે
એવા લોકોને સ્કીમનો ફાયદો નહીં મળે જેમણે ગેરવર્તનને કારણે કંપનીમાંથી કાઢવામાં આવ્યા છે. તે ઉપરાંત ગુનાહિત કેસ થયો હોય અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનાર કર્મચારી આ યોજનાનો લાભ નહીં લઈ શકે.

સોર્સ – ઝી બિઝનેસ અને ભાસ્કર

Leave a Response

error: Content is protected !!