રાજનીતિ

કોંગ્રેસમાં ફરી શરૂ રિસોર્ટ પોલિટિક્સ.. ધારાસભ્યને રાજસ્થાન રિસોર્ટમાં જવા કોલ આવ્યા

481views

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસનાં ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ 15 ધારાસભ્યો સાથે શુક્રવારે મોડીસાંજે આણંદના એક રિસોર્ટમાં મીટિંગ કરી હતી. તો સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટના રિસોર્ટમાં રાખવામાં આવ્યા હોવાની વાત સામે છે. આ સિલસિલામાં હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને અંબાજી પહોંચવા માટે આદેશ છૂટ્યા છે. જેના ભાગરૂપે કોંગ્રેસના તમામ ધારાસભ્યો બપોર સુધી અંબાજી પહોંચશે.

હાલ રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનમાં ખસેડવામાં આવી શકે છે. આજે બપોર બાદ કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને લઈને આગામી રણનીતિ જાહેર કરશે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત બાદ જ ગુજરાતમાં તોડોના વાઈરસ ફરી સક્રિય થયો હતો. ધારાસભ્યોનાં રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા નવી રણનીતિ બનાવવામાં આવી છે કે જેથી હવે વધુ ધારાસભ્યો તૂટે નહીં. આ માટે ધારાસભ્યોને 3 ટીમમાં વહેંચી દેવામાં આવશે. અને 3 ટીમને સાચવવાની જવાબદારી અલગ અલગ નેતાઓને આપવામાં આવશે. આણંદના એક રિસોર્ટમાં ભરતસિંહ સોલંકીએ 15 ધારાસભ્યો બેઠક કરી હતી.

ધારાસભ્યોને ઝોન પ્રમાણે રાખવાની કોંગ્રેસ રણનીતિ અપનાવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સંભાળવાની જવાબદારી ભરતસિંહ સોલંકીને આપવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોરને આપવામાં આવી છે જ્યારે પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયાને સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સોંપાય છે.

શુક્રવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટના રિસોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનાં સૌરાષ્ટ્રનાં ધારાસભ્યોને નિલસિટી રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે કોંગ્રેસે ફરી એકવાર રિઝોર્ટ પોલિટિક્સ શરૂ કરી છે. તોડોના વાઈરસની વચ્ચે કોંગ્રેસનાં ધારાસભ્યો આ રિસોર્ટમાં જ ક્વોરન્ટાઈન રાખવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!