રાજનીતિ

‘જેમ્સ બોન્ડ’ અજીત ડોભાલે કર્યુ ઓપરેશન મ્યાનમાર સફળ: સીમા પાર 22 ઉગ્રવાદીઓ ભારતના સંકંજામાં

પ્રતિકારાત્મક
1.27Kviews
  • ભારતને મલી મોટી જીત, પુર્વોત્તર રાજ્યોમાં હવં શાંતિ
  • એક બે નબિ એક સાથે 22 ઉગ્રવાદીઓ મ્યાનમાર મોકલશે
  • સીમા પાર ભારત વિરૂદ્ધ ફેલાવતા હતા ઉગ્રવાદ

પુર્વોત્તર ભારતમાં ઊગ્રવાદ સામે ભારતે મોટી સફળતા મેળવી છે. પડોશી દેશ મ્યાનમારએ ઉત્તરપૂર્વી ભારતમાં બળવો ફેલાવનારા 22 આતંકીઓને પકડી લીધા છે અને ભારતના હવાલે કર્યો છે. જે બાદ તમામ આતંકવાદીઓને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. આખુ ઓપરેશન અજીત ડોભાલની દેખરેખમાં કરવામાં આવ્યુ અને સફળતાથી પુર્ણ કરવામાં આવ્યું.   

કોણ છે આ ઉગ્રવાદીઓ ?

એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા તમામ 22 આતંકવાદીઓ યુએનએલએફ, કેવાયકેએલ અને પીએલએ સાથે સંકળાયેલા છે, જેમાંથી મોટાભાગના લોકો આસામ અને મણિપુરમાં બળવોની ઘટનાઓમાં સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે આ બધાને ભારતથી 1600 કિલોમીટર દૂર મ્યાનમાર નજીક પકડવામાં આવ્યા હતા, ત્યારબાદ મ્યાનમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓને ભારત લાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉગ્રવાદ સામે ભારતની આ એક મોટી જીત છે.

ગયા વર્ષે મ્યાનમારની આર્મીએ ચલાવ્યું હતું અભિયાન
ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સેનાએ ભારતીય ઘૂસણખોરો સામે અભિયાન ચલાવ્યું હતું. આ ઘૂસણખોરો મ્યાનમારમાં છૂપાઈ જતા હતા. તેને લઈ ભારતીય સેના પણ મ્યાનમાર સાથે જોડાયેલી સીમા નજીક પહોંચી હતી. ગયા વર્ષે જૂનમાં ઈસ્ટર્ન આર્મી કમાન્ડર રહેલા લેફ્ટેનન્ટ જનરલ એમએમ નરવણે (હવે સેના પ્રમુખ)એ કહ્યું હતું કે મ્યાનમાર સેના સતત પૂર્વોત્તરમાં સક્રિય ભારતીય જૂથો સામે અભિયાન ચલાવી રહી છે.

Leave a Response

error: Content is protected !!