Corona Update

શાળા ખોલવા અંગે શિક્ષણમંત્રી ભુુપેન્દ્ર ચુડાસમાનું મોટુ નિવેદન, જાણો સરકાર શું કરી રહી છે તૈયારી

2.3Kviews

શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે શાળા શરૂ કરવાના નિર્ણયમાં ઉતાવળા નહિ કરવામાં આવે. પહેલા આરોગ્ય વિભાગનો મત જાણીશું અને પછી જ નિર્ણય લેવાશે. શાળાઓમાં પહેલા માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક એવી રીતે શાળાઓ શરૂ કરાશે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યની શાળાઓ શરૂ કરવા બાબતે વિચાર વિમર્શ કરવા માટે શિક્ષણશાસ્ત્રીઓ સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વેબિનાર યોજ્યો હતો, જેમાં શિક્ષણવિદ્દોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં બાળકો અને શાળાઓની ચિંતા રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે. આ બાબત આવકાર્ય છે. જ્યારે રાજ્યમાં કોરોનાની મહામારી અનુભવાઈ રહી છે, ત્યારે રાજ્યની શાળાઓ ખોલવાની હમણાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ.જરૂર પડે તો અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની વિચારણા કરી શકાય.

Leave a Response

error: Content is protected !!