Corona Update

ટેક્નોલોજીમાં સુરતીઓએ દેખાડી કમાલ, શોધી કાઢ્યુ 3D વેન્ટિલેટર જે એક વેન્ટિલેટરથી ચાર પેશન્ટને ઓક્સીજન પૂરો પાડાશે

733views
  • વેન્ટિલેટરની ક્યારેય નહિ પડે ઘટ 
  • એક જ વેન્ટિલેટર પર ચાર દર્દી લઈ શકશે ઓક્સિજન 
  • નવી ટેકનોલોજીના થ્રીડિ પ્રિન્ટરથી વેન્ટિલેટર સ્પ્લીટરનું પ્રોટોટાઇપ બનાવ્યું
  • એસવીએનઆઇટીના ડિરેક્ટર ડો. એસ. આર. ગાંધીએ ટિચિંગ સ્ટાફને તથા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું
  • વિદ્યાર્થીઓએ કરી દેખાડી કમાલ

હવે એક જ વેન્ટિલેટરથી ચાર પેશન્ટને ઓક્સીજન પૂરો પાડાશે. કારણ કે, એસવીએનઆઇટીએ એક જ વેન્ટિલેટરથી ચાર પેશન્ટને ઓક્સીજન પૂરો પાડી શકાય તે માટે થ્રીડિ પ્રિન્ટરથી વેન્ટિલેટર સ્પ્લીટરનું પ્રોટોટાઇપ બનાવ્યું છે. ઘણી વખત કોવિડ-19ના પેશન્ટની હાલત ગંભીર થતા વેન્ટિલેટર પર મૂકવાની ફરજ પડે છે. તેવામાં હાલની સ્થિતિ જોતા વેન્ટિલેટરની સંખ્યા ઓછી હોવાની વાત છે. એસવીએનઆઇટીના ડિરેક્ટર ડો. એસ. આર. ગાંધીએ કોવિડ-19 સામે લડવા અને સમાજને મદદરૂપ થવા માટે પોતાના ટિચિંગ સ્ટાફને તથા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. જેને પગલે નવી ટેકનોલોજીના થ્રીડિ પ્રિન્ટરથી વેન્ટિલેટર સ્પ્લીટરનું પ્રોટોટાઇપ બનાવ્યું છે.આ રીતે આપી શકાશે એક સાથે ચાર દર્દીને ઓક્સિજનઃ ઇન્સેટમાં થ્રીડિ પ્રિન્ટરથી વેન્ટિલેટર સ્પ્લીટરનું બનાવેલું પ્રોટોટાઇપ

વિવિધ પેશન્ટ માટે જુદું જુદું દબાણ જરૂરી 
ડો. હર્ષિત દવે કહે છે કે, થ્રીડિ પ્રિન્ટરથી તૈયાર થયેલા સ્પ્લિટર એક વેન્ટિલેટરથી ચાર પેશન્ટને ઓક્સીજન પૂરો પાડશે. જો કે, ઘણી વખતે પેશન્ટને અલગ અલગ દબાણ પર ઓક્સિજનની જરૂર હોવાથી સ્પ્લીટરને યોગ્ય અજમાયશ કરવી જરૂરી છે.

Leave a Response

error: Content is protected !!