રાજનીતિ

હવે મધ્યાહન ભોજનમાં બાળકોને અલગ અલગ મેનુ પીરસવામાં આવશે

95views

ન્યૂટ્રરિશિન અને હેલ્થને ધ્યાનમાં રાખીને નાગરિક પુરવઠાના અધિકારીએ જાહેરાત કરી કે હવેથી મધ્યાહન ભોજનમાં બાળકોની રૂચિ પ્રમાણે ભોજન બનાવવામાં આવશે. જેમાં ઝોન પ્રમાણે પ્રાદેશિક પરિસ્થિતિ મુજબ અલગ અલગ મેનુ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ સમિતિમાં ન્યૂટ્રરિશિન અને હેલ્થ એક્સપર્ટ સહિત નાગરિક પુરવઠાના અધિકારી સાથે 8 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • અનાજનો જથ્થા અને ન્યૂટ્રિશિયન વેલ્યૂને ધ્યાનમાં લેશે

મધ્યાહન ભોજનનું મેનુ નક્કી કરવા માટે રાજ્યને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. આ સમિતિ રાજ્ય સરકારને અનાજનો જથ્થા અને ન્યૂટ્રિશિયન વેલ્યૂ સહિતના પાસાઓને ધ્યાનમાં રાખી મેનુની જાણકારી આપશે.

Leave a Response

error: Content is protected !!