રાજનીતિ

હવે વારસાઈ નોંધ અરજીની સુવિધા ઓનલાઇન,i-ORA વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઈ સુવિધા

112views

બદલાતા યુગમા લોકો ખુબજ ઝડપથી સરકારી સેવાઓનો લાભ લઈ શકે તેથી સરકાર દ્વારા લોકોને અપાતી વિવિધ પ્રકારની સેવાઓ ઉત્તરોત્તર ઓનલાઈન કરવામા આવી રહી છે. સરકાર દ્વારા ઉપલબ્ધ ઓનલાઈન સેવાઓમા ગામ નમુના નં.૬ (હકપત્રક)મા વારસાઈ નોંધ દાખલ કરવાની અરજીની સુવિધા પણ i-ORA વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

આ સુવિધાનો મહત્તમ પ્રચાર-પ્રસાર થાય તેમાટે લાગી આ રીતે કામે:

આ સુવિધાનો મહત્તમ પ્રચાર-પ્રસાર થાય અને લોકો તેનો લાભ લેવા પ્રેરાય તે જરૂરી છે. આ બાબતે માસિક તલાટી મિટીંગમા તલાટીઓને સુચના આપવાની રહેશે અને દરેક ગામે તલાટીઓ દ્વારા ગામના નોટીસ બોર્ડ પર તથા ચોરા પર જાહેરાત પ્રસિધ્ધી કરવી જરૂરીયાત જણાય ત્યારે દરેક ગામે દાંડી પીટાવીને આ બાબતે લોકોને માહિતગાર કરી શકાય તો તે મુજબ ખાસ કાળજી લઈને વધુમા વધુ લોકો ઓનલાઈન વારસાઈ નોંધ દાખલ કરાવે તે મુજબનુ આયોજન હાથ ધરવામા રહેશે.

વધુમા જ્યારે પણ મહેસુલી અધિકારી ગામ ખાતે રાત્રી રોકાણ કરે ત્યારે તેઓએ ગામે ઉપલબ્ધ મરણ રજિસ્ટરની ખરાઈ કરી અવસાન પામેલ ખેડુત ખાતેદારોની વારસાઈની નોંધ રેકર્ડમા દાખલ કરવા માટે અરજદારોને i-ORA મારફત ઓનલાઈન અરજી કરવા તથા વારસાઈ નોંધ દાખલ કરવા અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જિલ્લાના મામલતદારઓ, નાયબ કલેક્ટરઓ, પ્રાંત અધિકારીઓને એક લેખીત પરિપત્ર કરી જરૂરી સુચનાઓ આપી છે.

Leave a Response

error: Content is protected !!