જાણવા જેવુરાજનીતિ

આજકાલ યુદ્ધ સીમા પર જ નથી લડવાનું બધા નાગરિકોએ દેશમાં રહી લડવાનું છે:પી.એમ.મોદી

468views

મન કી બાત’માં પીએમ મોદીએ કારગિલ દિવસ પર કહ્યું- પાકિસ્તાને ભારત સાથે દગો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જીત ભારતના સૈનિકોના જુસ્સાની થઈ.

તેમણે કારગિલ યુદ્ધના 21 વર્ષ પુરા થવા અંગે આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી

વડાપ્રધાને કહ્યું કે,એ દિવસ સૌથી અનમોલ ક્ષણોમાંથી એક છે.સોશિયલ મીડિયા પર પણ લોકો તેમના વીરોને નમન કરી રહ્યા છે. હું તમામ દેશવાસીઓ તરફથી એ વીર માતાઓને નમન કરું છું, જેમણે આવા વીરનો જન્મ આપ્યો છે

દેશે જે રીતે કોરોનાનો સામનો કર્યો છે, તે પ્રશંસનીય છે. આજે આપણા અહીયા કોરોનાથી મૃત્યુદર દુનિયાના અન્ય દેશો કરતા ઘણો ઓછો છે

એક પણ વ્યક્તિનું મોત દુઃખદ છે. પણ આપણે લોકોના મોત અટકાવ્યા છે. કોરોના આજે પણ એટલો ઘાતકી છે, જેટલો શરૂઆતમાં હતો.

 • ગાંધીજી,અટલબિહારી વાજપેયીના વિચારોનું કર્યું સ્મરણ.
 • માસ્ક પહેરવું, બે ગજનું અંતર, કોઈ જગ્યાએ થૂંકવું નહીં આજ આપણા હથિયાર છે, જે કોરોનાથી આપણને બચાવશે.
 • કોરોનાના વધતા સંક્રમણને લઈ કર્યા જાગૃત
 • કશ્મીરની એક બેગમની કોરોનાની વિષમ પરિસ્થિતિ સામે લોકોને મદદ કરવાને પ્રેરક ઉદાહરણ કર્યા.
 • બિહારના મધુવની માસ્કના કર્યા વખાણ.
 • બામ્બુ બિઝનેસને પ્રોત્સાહન આપવા કરી વાત
 • ઝારખંડમાં ‘લેમન ગ્રાસ’ખેતી વિશે કરી ચર્ચા
 • લદાખ અને કચ્છ બંને વિસ્તાર વિશે દેશવાસીઓને કર્યા માહિતગાર
 • કચ્છના ખેડૂત જે ડ્રેગન ફ્રુટની કેવી રીતે ખેતી કરે છે એ દેશની જનતાને રૂબરૂ કર્યા.
 • રક્ષાબંધનના તહેવાર ‘લોકલ ફોર વોકલ’ના વિચાર સાથે માનનવા અપીલ સાથે દેશવાસીઓને આપી શુભકામનાઓ
 • 7 ઓગષ્ટ આવનારા ‘ નેશનલ હેન્ડલુમ ડે ‘પર દુનિયાને હેન્ડલુમ વિશે રૂબરૂ કરવા કરી અપીલ
 • કૃતિકા નંદલ,હરિયાણાની સ્ટુડન્ટના સારા પરિણામ પર વડાપ્રધાન મોદીએ કરી ટેલિફોનિક વાત
 • દેશના યુવાઓને પણ પ્રગતિ કરવા બદલ શાબાશી આપવા સાથે પ્રોત્સાહિત કર્યા.

Leave a Response

error: Content is protected !!