Corona Update

કોરોના ગયો..? અમદાવાદમાં મૃત્યુદરમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો, જાણો શું છે તે પાછળનું કારણ ?

ફાઈલ
7.41Kviews

ગુજરાતમાં કોરોનાના કેસો હજુ 400થી 500ની વચ્ચે જ નોંધાઇ રહ્યા છે. પરંતુ મૃત્યુદરમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે, રાજ્યમાં 56 દિવસ બાદ કોરોનામાં સૌથી ઓછા 18 મોત નોંધાયા હતા. છેલ્લે 30 એપ્રિલના રોજ મૃત્યુ આંક 17 થયો હતો.

  • અમદાવાદમાં મે મહિનામાં મોતની ટકાવારી દૈનિક 22.3 ટકા હતી તે જૂનમાં ઘટી ને 22 ટકા થઈ
  • છેલ્લે 30 એપ્રિલના રોજ રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 17 થયો હતો

રાજ્યમાં કોરોનાના નવા કેસની 577ની સંખ્યા સામે મૃત્યુઆંક 18 જ હતો. જે છેલ્લા 56 દિવસનો સૌથી ઓછો હતો. છેલ્લે 30 એપ્રિલનો મૃત્યુઆંક 17નો હતો. તે પછી આખા મે મહિના તથા અત્યાર સુધીના જૂનમાં દૈનિક મોતની સંખ્યા વધી જ રહેતી હતી.

  • મે મહિનામાં ગુજરાતમાં સરેરાશ દૈનિક 26.6 મોત નોંધાયા હતા. જ્યારે જૂન માસની અત્યાર સુધી મોતની સરેરાશ 28.6 રહી છે.
  • અમદાવાદમાં મે મહિનામાં દૈનિક મોત 22.3 હતા. જૂનમાં તે 22 છે.
  • ગુજરાતમાં કુલ 29578 કેસમાંથી ત્રીજા ભાગના એટલે કે 19839 કેસ અમદાવાદમાં છે,
  • જ્યારે મોતમાં પણ કુલ 1754 મોતમાંથી માત્ર અમદાવાદમાં જ 1390 મોત થયા છે.

શા માટે ઘટ્યા છે મૃત્યુ ?
નિષ્ણાંતોના કહેવા પ્રમાણ કોરોનાના કહેરના ચાર મહિના થઈ ગયા હોવાથી કોરોનાના લક્ષણોની ચકાસણી તથા સારવારની પ્રક્રિયા ઝડપી અને એક સમાન થવાને કારણે ગંભીર દર્દીઓને પણ મોતના મુખમાંથી બચાવવામાં આવી રહ્યા છે.

સૌજન્ય – ભાસ્કર ગ્રુપ રિપોર્ટ

Leave a Response

error: Content is protected !!