રાજનીતિ

2024 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું મોદી સરકારનું લક્ષ્ય

112views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પાંચમી નીતિ આયોદની બેઠક થઈ. નીતિ પંચની બેઠકમાં ભારતની અર્થવ્યવવસ્થાને 2024 સુધી મોદી 5 ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. આ બેઠકમાં મોદીએ કહ્યું કે સૌનો સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ મંત્ર પુરો કરવામાં નીતિ આયોગની મહત્વની ભૂમિકા છે.2024 સુધી દેશની અર્થવ્યવસ્થા 350 લાખ કરોડ રૂપિયા સુધી લાવવાનું લક્ષ્ય પડકારજનક છે. જોકે રાજયોના ઠોસ પ્રયત્નોથી તેને પ્રાપ્ત કરી શકાય છે.

મોદીએ કહ્યું આવક અને રોજગાર વધારવામાં નિકાસ ક્ષેત્રની ભૂમિકા અગ્રણી છે. રાજયોએ તેની પર ધ્યાન આપવું જોઈએ. નવું જળશક્તિ મંત્રાલય સિંચાઈ ક્ષેત્રમાં મદદગાર સાબિત થશે. કેન્દ્ર સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા માટે પ્રતિબદ્ધ છે.

આવક અને રોજગાર વધારવાનાં સાધનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, નિકાસ ક્ષેત્ર નોકરીઓ આપવા અને કમાણી વધારવા માટે મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે અમે તે ગવર્નેંસ સિસ્ટમની તરફ જઇ રહેલા જેની વિશેષતા પર્ફોમન્સ, ટ્રાન્સપરન્સી અને ડિલીવરી છે. વડાપ્રધાનએ કહ્યું કે, યોજનાઓને ધરાતલ પર યોગ્ય રીતે ઉતારવી જૂરરી છે. તેમણે કહ્યું કે, તેઓ ગવર્નિંગ કાઉન્સિલનાં સભ્યોને અપીલ કરૂ છું કું તેઓ એક એવી સરકારી વ્યવસ્થા તૈયાર કરે જે કામ કરે છે અને જેને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત હોય.

વડાપ્રધાને કહ્યું કે, આ વખતે રચાયેલ જળ શક્તિ મંત્રાલય પાણીનો યોગ્ય ઉપયોગ વ્યાપક દ્રષ્ટિકોણ વિકસિત કરશે. તેમણે રાજ્યોને અપીલ કરી કે તેઓ પણ જળ સંરક્ષણ અને જળ પ્રબંધન સાથે જોડાયેલો કોઇ પ્રયાસને એક પ્લેટફોર્મ પર લાવી શકે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉપલબ્ધ પાણીનું સંરક્ષણ ખુબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, સરકારનું લક્ષ્ય છે કે 2024 સુધી દેશનાં દરેક ગ્રામીણ ઘર સુધી પાઇપ દ્વારા પાણી પહોંચાડવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નક્લસ હિંસા વિરુદ્ધ યુદ્ધ હવે નિર્ણાયક પડાવ સુધી પહોંચી ચુક્યું છે. તેમણે કહ્યું કે, હિંસાનો જવાબ જોરદાર રીતે આપવામાં આવશે. તેમજ જે રાજ્યોમાં આયુષમાન ભારત યોજના હજી સુધી લાગુ નથી થઈ તેમણે આ અંગે જલ્દીથી કેન્દ્ર સરકાર પાસે આવવા માટે વિનંતી કરી છે. તેમજ સ્વાસ્થય અને જનકલ્યાણના દરેક નિર્ણય પર પહેલા ધ્યાન આપવામાં આવશે.

જો કે, તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેલંગાનાના મુખ્યમંત્રી ચદ્રશેખર રાવ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આ બેઠકમાં સામે થયા ન હતા. તે સિવાય તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં હતા.

Leave a Response

error: Content is protected !!