રાજનીતિ

PM મોદીએ પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા, કોટા બુંદીના સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર

99views

રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલાને લોકસભાના નવા સ્પીકર બનાવવામાં આવશે. મંગળવારે તેની જાહેરાત થઈ. લોકસભા સ્પીકર માટે ભાજપના અનેક સીનિયર નેતાઓના નામ ચર્ચામાં હતા.પરંતુ, મંગળવારે ઓમ બિરલાના નામ પણ અંતિમ નિર્ણય લેવાયો. અગાઉની લોકસભામાં સુમિત્રા મહાજન સ્પીકર હતી.

ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત ફરીથી બધાને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર હશે. લોકસભા અધ્યક્ષનું નામ જાહેર કરતાની સાથે જ પીએમ મોદીએ ફરી એકવખત પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે.

ઓમની પત્ની અમિતા બિરલા એ કહ્યું કે આ અમારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની ક્ષણ છે. અમે તેમની (ઓમ બિરલાને) પસંદગી કરવા બદલ કેબિનેટના ખૂબ જ આભારી છીએ.

તમને જણાવી દઈએ કે, લોકસભા અધ્યક્ષની ચૂંટણી આજે થવાની છે. તે દ્રષ્ટિથી લોકસભા સ્પીકરના પદને લઇ જુદી-જુદી અટકળો લગાવામાં આવી રહી હતી. ભાજપમાંથી જીતીને આવેલા વરિષ્ઠ નેતાઓના નામ પર અટકળો ચાલી રહી હતી.

લોકસભા અધ્યક્ષ બનવાની રેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, રાધામોહન સિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસએસ આહલુવાલિયા અને ડૉ.વીરેન્દ્ર કુમાર જેવા કેટલાંય દિગ્ગજ નેતાઓના નામ સામેલ કહેવાતા હતા. મોદી સરકારના 2.0મા લોકસભા અધ્યક્ષના પદ પર કોણ હશે, તેનો નિર્ણય હવે થઇ ગયો.

રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર હશે. ઓમ બિરલા આજે જ પોતાનું નોમિનેશન દાખલ કરશે, ત્યારબાદ બુધવારના રોજ ગૃહમાં તેના પર મતદાન થશે. કારણ કે NDAની પાસે લોકસભામાં બહુમતી છે, એવામાં લોકસભા સ્પીકર બનવાનું નક્કી મનાઇ રહ્યું છે.

રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહ્યા

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2019માં ઓમ બિરલાને લગભગ પોણા ત્રણ લાખ વોટના અંતરથી કોંગ્રેસી ઉમેદવારને માત આપી હતી. કોટામાં કુલ 15 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ મુકાબલો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે થયો હોત. ઓમ બિરલાને 800051 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રામ નારાયણ મીણા 520374 વોટોની સાથે બીજા સ્થાને રહ્યા હતા. ઓમ બિરલાને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ કોટા સીટથી મોટી સફળતા મળી હતી. ત્યારે તેમણે કોંગ્રેસના ઇજ્યરાજ સિંહને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને 55 ટકા વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ ઉમેદવારને માત્ર 38 ટકા વોટ મળ્યા. ઓમ બિરલાએ કોંગ્રેસી ઉમેદવારને લગભગ બે લાખ વોટથી હરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સોમવારે નવા સાંસદોના શપથ લેવાની સાથે 17મી લોકસભાની શરૂઆત થઈ ચૂકી છે, સત્રના પહેલા દિવસે કુલ 313 સાંસદોએ શપથ લીધા. તેમાં શપથ લેનારાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ સામેલ રહ્યા. આજે બીજા દિવસે બાકી સાંસદ શપથ લેશે.

Leave a Response

error: Content is protected !!