રાજનીતિ

60માં ગુજરાત ગૌરવ દિને સરપંચોને “મારું ગામ કોરોનામુક્ત ગામ”સંકલ્પ કરવા મુખ્યમંત્રીએ કર્યું આહવાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસે પંચમહાલના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો.

260views

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસે પંચમહાલના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં  અટકાવવા દરેક સરપંચ ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ એવો સહિયારો સંકલ્પ કરે તેવું આહ્વાન કર્યું છે. તેમણે આ સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાએ જે અભિગમ અપનાવ્યો છે અને ગામના પ્રવેશદ્વાર પર ચોકીઓ શરૂ કરી છે, ગામમાં આવનારા તથા બહાર જનારા સૌની મૂવમેન્ટ માટે રજીસ્ટર રાખવામાં આવ્યું છે તેને અન્ય ગામો અનુસરે તેવી અપીલ કરી છે.

Image may contain: one or more people and screen

 

60 માં ગુજરાત ગૌરવ દિવસનો પ્રારંભ પંચમહાલના ગામોના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદથી કર્યો હતો. પંચમહાલ જિલ્લાના તમામ 467 ગામોના સરપંચોએ પોતાના ગામને કોરોના મુક્ત રાખવાનો અને કોરોના સામે લડવાના સરકારના નિયમોને અનુસરવાનો સંકલ્પ કર્યો હતો.

Leave a Response

error: Content is protected !!