Corona Update

દેશના આ રાજ્યમાં 31 જુલાઈ સુધી સંપુર્ણ લોકડાઉન જાહેર, જીવનજરૂરી વસ્તુઓ સિવાય બધુ બંધ

904views

દેશભરમાં કોરોના અનલોટ – 2 હોવાથી કોરોના સંક્રમણ ફેલાઈ રહ્ચુ છે. જો કે સાથે જ રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે બિહારમાં લોકડાઉન ફરી જાહેર કરી દેવાયુ છે.

આ દરમિયાન બિહાર રાજ્યમાં કોરોનાના વધતા મામલાને જોતા સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો ફેંસલો કર્યો છે. આજે બપોરે મળેલી ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્યના ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ કહ્યું, કોરોના વાયરસના સંક્રમણને જોતાં રાજ્યમાં 16 થી 31 જુલાઈ સુધી લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે.  આ માટેની ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17,959 પર પહોંચી છે. 160 લોકોના મોત થયા છે. રાજ્યમાં 12,317 દર્દી ઠીક થઈ ગયા છે અને 5,482 એક્ટિવ કેસ છે.

Leave a Response

error: Content is protected !!