રાજનીતિ

મોદી સરકાર 2.0નું પ્રથમ વર્ષ પર બીજેપીનો મેગા પ્લાન, 10 કરોડ ઘર સુધી PM મોદીનો પત્ર પહોંચાડાશે

Indian Prime Minister and leader of the Bharatiya Janata Party (BJP) Narendra Modi gestures during a roadshow in Varanasi on April 25, 2019. (Photo by SANJAY KANOJIA / AFP)
940views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પોતાના કાર્યકાળનું એક વર્ષ પૂરું કરી ચુકી છે ત્યારે બીજેપીએ મેગા પ્લાન તૈયાર કર્યો છે. આ વખતે પાર્ટીએ બીજા કાર્યકાળની પહેલી વર્ષગાંઠ ડીજીટલ માધ્યમથી મનાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે કોરોના મહામારીને કારણે કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમ કરવામાં નહીં આવે.

વર્ચ્યુઅલ રેલી અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે:

ભાજપા કાર્યકર્તાઓ અને રાજ્યોના પ્રતિનિધિઓને મોકલવામાં આવેલા પત્રમાં પાર્ટીના જનરલ સેક્રેટરી અરુણ સિંહે જણાવ્યું હતું કે મોટા રાજ્યોમાં ઓછામાં ઓછી બે અને નાના રાજ્યોમાં એક રેલી યોજવામાં આવશે. ઉપરાંત દેશભરમાં ૧૦૦૦ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે.

પીએમ મોદીનો પત્ર ૧૦ કરોડ ઘરો સુધી પહોંચાડવામાં આવશે:

બીજેપી તરફથી જાહેર થયેલા બયાનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નદ્ડાના નિર્દેશ પર વડાપ્રધાન મોડી દ્વારા લિખિત પત્ર જેમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, વિશ્વકલ્યાણ હેતુ ભારતની ભૂમિકા અને કોવિડ-૧૯ના સંક્રમણથી બચાવ માટે સાવચેતી અને સ્વસ્થ રહેવા માટે સારી આદતોના સંકલ્પના આહ્વાનને ૧૦ કરોડ ઘરો સુધી પહોંચાડવામાં આવશે. સાથે કહેવામાં આવ્યું છે કે પત્ર વહેંચતી વખતે કાર્યકર્તાઓ બબ્બેના સમુહમાં જ રહે અને કન્ટેન્મેન્ટ ઝોન, ક્વોરન્ટાઇન સેન્ટરો અને સાર્વજનિક જગ્યાઓથી દૂર રહે.

૧૫૦ થી વધુ નેતાઓ સંબોધન કરશે:

કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ મળીને કુલ ૧૫૦થી વધુ નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. ભાજપા અધ્યક્ષ પણ ફેસબુક લાઈવ કરીને ભાષણ આપશે.  

Leave a Response

error: Content is protected !!