Corona Update

શિક્ષણના મોટા સમાચાર : આવતીકાલથી અમદાવાદમાં ઓનલાઈન શિક્ષણ બંધ, શાળા સંચાલકોનો નિર્ણય

7.37Kviews

ઓનલાઈન શિક્ષણ મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે કે આવતીકાલથી ઓનલાઈન શિક્ષણ આખાા અમદાવાદમાં બંધ થયું છે. શાળા સંચાલકોએ આ બાબતે મોટો નિર્ણય લેતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી રાહત આપી છે.

વાલીઓની છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે ઓનલાઈન શિક્ષણથી બાળકોની આંખોને નુકશાન પહોંચી શકે છે. તો વળી ફિ મુદ્દે પણ બબાલ થયો છે.

કોરોના કહેર વચ્ચે સ્કૂલ ફી મુદ્દે વાલીઓને ગુજરાત હાઈકોર્ટને રાહત આપવામાં આવી છે. સ્કૂલ ન ખુલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં માગી શકે તેવો કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી, ઓનલાઈન શિક્ષણ હોવા છતાં સ્કૂલ સંચાલકો મનફાવે તેમ ફી ઉઘરાવી રહ્યા છે, ત્યારે બેફામ ફી મુદ્દે વાલીઓએ કોર્ટમાં એક અરજી કરી હતી. ત્યારે ગુજરાત રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખાનગી સ્કૂલોના સંચાલકોની આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!