રાજનીતિ

ગોંડલમાં સીએમ રૂપાણીએ ટાઉનહોલનું લોકાર્પણ કર્યું

106views

વિજય રૂપાણી આજે રાજકોટ અને ગોંડલની મુલાકાતે છે.ગોંડલ ખાતે મહારાજા સર ભગવતસિંહજી ટાઉનહોલનું ઉદ્ઘાટન તથા લાયબ્રેરી તથા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાયન્સ સેન્ટર કમ સ્પોર્ટ્સ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. વરસાદના પાણીનું એક એક ટીપું બચાવવા દેશના જન આંદોલનમાં ગુજરાત પુનઃ આગેવાની લેશે. સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના નીરથી છલકાશે અને છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીને સંગ્રહ કરવાના ચાલતા અભિયાનમાં લોક પ્રતિસાદ મળતો રહ્યો છે. આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય આપીને વિકાસના કામોને આગળ ધપાવવામાં આવશે.

ગોંડલ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની “મન કી બાત” કાર્યક્રમને લોકો સાથે બેસી સંભાળી હતી. સમાજજીવનને સ્પર્શતા વિષયો-બાબતોની સહજ ભાવે સંવાદગોષ્ઠિ ટુ વે કોમ્યુનિકેશનથી મન કી બાત આજે ભારતવાસીઓના મનની જન-જનની વાત બની ગઇ છે.

ગોંડલ ખાતે મહારાજા સર ભગવતસિંહજી ટાઉનહોલનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધા અને શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની સમતોલ વિકાસનીતિ રાજ્ય સરકારે અપનાવી છે.

બપોર બાદ રાજકોટના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે

ગોંડલ નગરપાલિકા દ્વારા રૂ.529.30 લાખના ખર્ચે નવનિર્મિત ટાઉનહોલમાં 544 સીટો, પ્રોજેક્ટર સ્ક્રીન, લાઇટ સિસ્ટમ, સેન્ટ્રલી એ.સી., અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનું લોકાર્પણ કરાતા શહેરીજનોની સુવિધા વધશે. બપોર બાદ રાજકોટમાં હોસ્પિટલ અને સિટી બસ સ્ટેશનની કામગીરીના રિવ્યૂ બાદ સાંજે 6 વાગ્યે કોઠારિયા રોડ પર તરણ સ્પર્ધાના કલોઝિંગ સેરેમનીમાં હાજરી આપશે અને ત્યારબાદ સાંજે 6.30 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં બ્રહ્મસમાજ આયોજિત દીક્ષા મહોત્સવમાં હાજરી આપશે. ત્યારબાદ 7.30 વાગ્યે અમૃતસાગર પાર્ટી પ્લોટના કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર જવા રવાના થશે.

Leave a Response

error: Content is protected !!