Corona Update

સુરતીલાલાઓની ગજબની શોધ, 70 વખત સુધી રિ-યુઝ થઈ શકે તેવા PPE સૂટ બનાવ્યા, દેશ-વિદેશમાં થશે નિકાસ

1.11Kviews

કોરોનાની મહામારીને કારણે વેપાર-ઉદ્યોગ માટે ઠપ થયા છે. જોકે સુરતના કાપડ ઉદ્યોગ માટે આ આફતમાં એક સારી તક મળી છે. કોરોના વોરિયર્સ માટે નોન વુવન પીપીઈ(પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ) સૂટ બની રહ્યા છે. સુરતના કાપડ ઉદ્યોગના અગ્રણી લક્ષ્મીપતિ ગ્રુપે 30 વખત રિ-યુઝ કરી શકાય તેવા PPE સૂટ બનાવવામાં સફળતા મેળવી છે.

ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે PPE સૂટ બની રહ્યાં છે. જોકે તે નોન વુવન એટલે કે વિવિંગ કર્યા વગરના કાપડમાંથી બની રહ્યાં છે. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલા લક્ષ્મીપતી ગ્રુપે વુવન સાડીના ફેબ્રિક્સ પર 3 સ્પેશિયલ કોટિંગ્સ કર્યા છે. વોટર રેપલેન્ટ, એન્ટી માઈક્રો બેક્ટેરિયલ ફિનિશ્ડ અને બ્રિધેબલ પીયુ કરીને વુવન PPE સૂટ બનાવ્યો છે.

આ અંગે કંપનીના સંચાલક સંજય સરાવગીએ કહ્યું કે, અમારી કંપની સહિત અન્ય 2 કંપનીને PPE સૂટ બનાવવા માટેની પરવાનગી મળી છે. અમે નોન વુવન અને વુવન બંન્ને ફેબ્રિક્સમાં PPE સૂટ અને ગાઉન તૈયાર કરી રહ્યાં છીએ. એક પ્રાઈવેટ કંપની પાસેથી હાલ 10,000 વુવન સૂટ તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે. પ્રથમ ચરણમાં પૂર્ણ કરવામાં આવશે. અમે દિવસમાં 10,000 સૂટ બનાવવાથી કામ શરૂ કરીશું. આગળ જતાં દિવસમાં 50,000 જેટલા સૂટ બની શકશે.

  • વુવન અને નોન-વુવન શુટનો તફાવત

સંજય સરાવગી કહે છે કે, નોન-વુવન PPE સૂટ એક જ વખત વપરાશમાં લઈ શકાય તેમ છે. PPE સૂટ 70 વખત સુધી રિ-યુઝ થઈ શકે તેમ છે, તેમ છતાં અમારુ સ્પષ્ટ કહેવું છે કે, કમસેકમ 30 વખત સુધી તો યુઝ કરી જ શકાય. માથાથી લઈને પગ સુધી સિંગલ પીસમાં બોડીને કવર કરે છે. સિટ્રા માન્ય ડબલ ઈલાસ્ટીકવાળા શુઝ પણ બનાવાયા છે, જેથી વાયરસ બોડીમાં જઈ શકે નહીં. નોન-વુવન PPE સૂટ વધુમાં વધુ ફક્ત 4 કલાક જ પહેરી શકાય. જ્યારે વુવન PPE સૂટ 8 કલાક પણ પહેરી રાખવામાં આવે તો કમ્ફર્ટ જળવાય રહે તેમ છે.

  • PPE સૂટ ડિસ્પોઝલની બેગ પણ તૈયાર કરાઈ

ઉત્પાદકો જણાવે છે કે, PPE સૂટ બનાવ્યા પછી તેને ડિસ્પોઝલ કરવાની ચિંતા પણ અમે કરી છે. હાલ PPE સૂટ બધા બનાવે છે પણ તેના ડિસ્પોઝલ માટેની વ્યવસ્થા નથી કરાતી. અમે જે બેગ બનાવી છે તે પણ 90 જીએસએમની છે. આ બેગમાંથી બહાર હવા પણ પસાર નહીં થઈ શકે. એટલે PPE સૂટને ડિસ્પોઝ કરવું વધુ સરળ બનશે.

સુરતમાંથી ક્વોલિટીવાળા PPE સૂટ બનાવવાનું સરળ થઈ શકે. ચીનના PPE સૂટ સામે વધુ સારી ક્વોલિટીની પ્રોડક્ટ આપી શકે. હમણાં એકલા સાઉદી અરેબિયાએ 4.5 કરોડ PPE સૂટની જરૂરિયાત દર્શાવી છે. અલબત્ત, નિકાસની પરવાનગી નથી. જો નિકાસની પરવાનગી શરૂ કરી દેવાય તો. સુરતનો કાપડ ઉદ્યોગ એકલો સમગ્ર વિશ્વની જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે.

Leave a Response

error: Content is protected !!