વિકાસની વાત

કોણ છે ઓરિસ્સાના મોદી ? જાણો સાયકલ પર સવાર સાંસદની અદ્દભુત કહાણી

187views

સફેદ રંગનો કુર્તો, સાઈકલની સફર, એક ઓરડીમાં રહેવાશ અને સીધો સરળ ચહેરો કોઈ વ્યક્તિ નહિ પણ નેતા છે. વાત છે પ્રતાપ સારંગીની જે  ઓરિસ્સાના બાલાસોરથી બીજેપી સાંસદ છે.  નિલગીરીના ગોપીનાથપુર ગામના ગરીબ પરિવારમાં જન્મેલ પ્રતાપ સારંગી,જે હાલમાં ઓરિસ્સાના બાલાસોરથી  લોકસભાની ચુંટણી જીત્યા છે. પ્રતાપ સારંગી જીવન સાધારણ  સંપતિ શુન્ય અને સાદગીથી ભરપુર છે. બાળપણમાં પિતા ગુમાવ્યા અને એક વર્ષ પહેલા માતા ગુમાવી. લગ્ન સબંધ જોડે કોઈ સબંધ નથી જોડયો. એકલા રહીને જીવન ગુજારી રહ્યા છે. કુચાનું ઘર અને એમની સાઇકલ એની જિદગી. પ્રતાપ સારંગી નેતા નહિ પણ સમાજ સેવક તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે.

પ્રતાપ ચંદ્ર સારંગી 2004થી નીલગીરી, ઓરિસ્સાના  ધારાસભ્ય છે. ચોંકવનારી બાબત છે કે 2014માં લોકસભામાં તે હાર્યા હતા પણ 2019માં પ્રતાપ સારંગીને સાંસદ બનવામાં સફળ રહ્યા છે. પ્રતાપ સારંગીની જીવનશૈલી સરળ છે અને એટલે લોકો  તેને ઓરિસ્સાના મોદી કહે છે. સોશિયલ મીડિયામાં તો મોદી પછી પ્રતાપ સારંગી હોય શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.કહેવા માટે તો પ્રતાપ સારંગી પાસે એક સાયકલ અને નાનું ઘર છે પણ તેની પાસે કરોડોની તાકાત સમાન જનતાનો સાથ છે.

આપણામાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય” અને પ્રતાપ સારંગી   કહેવત ને સાર્થક કરી બતાવી છે .સાબિત કરી બતાવ્યું કે પૈસાની તાકાત કરતા અંતરની તાકાતમાં વધુ દમ હોય છે. હાલમાં અબજોપતિ બીજેડી ઉમેદવાર રવિન્દ્ર જેનાને હરાવીને બાલાસોરના સાંસદ બન્યા છે. આખી જીંદગી જેને માતાની સેવામાં ગુજારી હવે તેનેબાકીનું જીવન દેશ માટે ન્યોછવર કર્યું છે. ગર્વ છે કે  આપણા દેશ પાસે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, નરેન્દ્ર મોદી, પ્રતાપ સારંગી જેવા દીકરાઓ છે. આપણા દેશને આવા  મહાન નેતાની  જેમની પાસે સંપતી કઈ નથી પણ દેશ માટે પોતાની જીંદગી કુરબાન છે.

“ગજગજ ફૂલે છાતી જયારે સાંભળું પ્રતાપ સારંગી નું નામ,
પરવેશ , સાધુ, ભારતીય સંસ્કૃતિ નું,
નવું નઝરાણું એટલે પ્રતાપ સારંગી.
મોદી પછી કોઈ નો હક છે આ દેશ પર,
તો એ છે શ્રી પ્રતાપ સારંગી”

— ભાવિકા કચાડિયા

(source : agency)

error: Content is protected !!