Corona Update

અમદાવાદમાં પાનના ગલ્લાવાળા સાવધાન રહેજો, કોર્પોરેશને એક દિવસમાં 400 ગલ્લા સીલ કર્યા

411views

માવા ખાઈને જાહેરમાં થુંકનાર પર કોર્પોરેશન પહેલાથી જ સખ્ત છે ત્યારે હવે પાનના ગલ્લા પર તવાઈ આવી ગઈ છે. કોરોનાના નિયમનું ભંગ કરશો તો કડકમાં કડક કાર્યવાહી થશે. પાનના ગલ્લા પાસે ખાસ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે બાકી કોરોના ફરી ફેલાઈ શકે છે.

અમદાવાદમાં પણ કેસો 150 ઉપર આવતા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાનના ગલ્લાંઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પાનના ગલ્લાં પર લોકો પાન-મસાલા થાઈને જાહેરમાં થૂંકતા હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી હોવાથી અમદાવાદ માહનગરપાલિકા દ્વારા મંગળવારે 400 જેટલા પાનના ગલ્લાંને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. એક દિવસ અગાઉ જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર ડો. રાજીવ ગુપ્તાએ એક જાહેરનામું બહાર પાડીને માસ્ક વગર ફરતા તેમજ પાન-મસાલા ખાઈને થૂંકનાર શખ્સને રૂ. 500નો દંડ તેમજ પાનની દુકાનના સંચાલકોને રૂ. 10,000નો દંડ કરવાનું જણાવ્યું હતું.

  • મંગળવારે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી અંદાજે રૂ. 7 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
  • સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પાનની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી અને 400થી વધુ ગલ્લાંઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જણાયો હતો તેમજ કેટલાક ગ્રાહકો મસાલો ખાઈને નજીકમાંજ થૂંકતા હોવાનું પણ જોવા મળ્યું હતું.
  • જેને પગલે આવી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું.

શહેરમાં પાનના ગલ્લાંઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થતું હોવાની વ્યાપક ફરિયાદો અમને મળી હતી. આ ઉપરાંત પાનની દુકાનો પર સિગારેટ પીવા આવતા લોકો અને મસાલો ખાવા આવતા લોકો માસ્ક નહીં પરહેતા હોવાનું પણ જણાયું હતું. સમગ્ર અમદાવાદમાં 174 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી.

સોર્સ – નવગુજરાત સમય

Leave a Response

error: Content is protected !!