રાજનીતિ

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફરી એકવાર શર્મસાર:કુમામ મીની દેવીએ પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

113views

જમ્મુ-કાશ્મીર અંગેના પોતાના વલણ અંગે પાકિસ્તાને ફરી એકવાર મોટી શરમનો સામનો કરવો પડ્યો. કાશ્મીરમાં માનવાધિકાર ભંગના કથિત સંદર્ભે ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર સમિતિ (યુએનએચઆરસી) માં ઠરાવ લાવવાનો પાકિસ્તાન પ્રયાસ કરે છે, કેમ કે તેને એક પણ દેશનો ટેકો ન મળ્યો હોવાથી તે બોખલાયેલુ છે અને જે મનમાં આવે તે બોલવા માંડ્યું છે. પાકિસ્તાને અગાઉ દાવો કર્યો હતો કે,” તે 50 થી વધુ દેશોનું સમર્થન એકત્રિત કરશે. આનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાનની અલગતાનો પર્દાફાશ થયો છે.

યુએનએચઆરસીમાં કાયમી મિશનમાં ભારતના પ્રથમ સચિવ, કુમામ મીની દેવીએ તેના માનવાધિકારના રેકોર્ડને લઈને પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે.” જમ્મુ-કાશ્મીર અંગે ભારતના તમામ નિર્ણયો સંપૂર્ણ આંતરિક મુદ્દાઓ છે અને પાકિસ્તાન તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન પાસે બલુચિસ્તાન, સિંધ અને તેના કબજા હેઠળના કાશ્મીરના પોતાના લોકો સામે માનવાધિકારનો વિકટ રેકોર્ડ છે.”

આમ પાકિસ્તાન દરવખતે કાશ્મીર મુદ્દે “મુઁહ કી ખાય છે” ત્યારે તેને ક્યારે બુદ્ધિ આવશે એ તો સમય જ બતાવશે….

Leave a Response

error: Content is protected !!