રાજનીતિ

ગુજરાત પર કુદરતનો કહેર, પાલનપુર સહિત ઉ.ગુજરાતમાં ભૂંકપના આંચકા અનુભવાયા

140views

એક તરફ ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારનોમાં વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં એક જ અઠવાડિયામાં બીજી વાર ભુકંપનો આચંકો અનુભવાયો છે. આજે બુધવારે ઉત્તર ગુજરાતના પાલનપુર અને આજુબાજુના વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં 2.3 રિક્ટર સ્કેલનો ભૂંકપ આવ્યો હતો. પાલનપુરથી 32 કિલોમીટર દૂર અમિરગઢ તાલુકામાં હોવાનું માનવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાનું પાટનગરમાં પાલનપુર સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે બુધવારે ભૂકંપના આંચકો આવ્યો હતો. પાલનપુરથી 32 કિલોમીટર દૂર અમિરગઢ તાલુકામાં ભૂકંપની કેન્દ્ર બિન્દુ હોવાનું સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મળી હતી. ભૂકંપની તિવ્રતા 2.3 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના પાલનપુર, અંબાજી આબુ રોડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે.

મળતી માહિતી પ્રમાણે, બપોરે 4.17 વાગ્યે 2.3ની તીવ્રતાનો ભૂંકપનો આચંકો અનુભવાયો હતો. અગાઉ કરતા ઓછી તીવ્રતાના ભુકંપથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જાનમાલને કોઇ જ નુકશાન નથી. જોકે,અત્યારે ગુજરાત પર વાવાઝોડું, આકરી ગરમી અને ભુકંપના આંચકાને પગલે કુદરતનો કહેર વર્તાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરાવલી સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલનપુરથી 32 કિલોમીટર દુર અમીરગઢના કેંગોરા ગામે ભુકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતું.

ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા અરવલ્લી,સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર, ખેડબ્રહ્મા સહિત ઉત્તર ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા દોડધામ મચી જવા પામી હતી. તમામ વિસ્તારોમાં અંદાજે ૧૦ સેકન્ડ સુધી ભુકંપનો આંચકો અનુભવાયો હતો. તો હાલ ભુકંપની તિવ્રતા અંદાજે ચારની તિવ્રતાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

Leave a Response

error: Content is protected !!