રાજનીતિ

આધાર કાર્ડ લિન્ક કરવ્યા વગર ઇન્કમ ટેકસ રિટર્ન ભરાઈ રહ્યા છે !!!

152views

ઇન્કમ ટેક્સ રિટર્ન જો PAN કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક હોય તો જ રિટર્ન ભરવું શક્ય હતું. ગઇકાલ થી  આ રિટર્ન આધાર લિન્ક વગર ભરાઈ રહ્યા છે. જે કરદાતા ને આધાર પાન લીંકિંગ માં મુશ્કેલી છે તેઓએ જલ્દી થી આ રિટર્ન ભરી આપવા હિતાવહ છે. આ અંગે આધિકારિક રીતે કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. જેમના PAN કાર્ડ માં તથા આધાર કાર્ડ મે કોઈ ફેર હોવાના કારણે રિટર્ન ભરી શકતા ન હતા તમના માટે હવે આ રિટર્ન ભરવું શક્ય બનશે. ઇન્કમ ટેક્સ નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા CBDT દ્વારા માર્ચ મહિના માં પરિપત્ર આપવામાં આવેલ કે આધાર કાર્ડ ને લિન્ક કરવા માટે ની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રહેશે. પરંતુ ઇન્કમ ટેક્સ ખાતા ની વેબસાઇટ આધાર લિન્ક કર્યા વગર આ રિટર્ન ભરવા દેતી ના હતી. આ અંગે વિવિધ વ્યવસાયી તથા વેપારી એશોશીએશન દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવેલ હતી. એક અંદાજ મુજબ ભારત 44 કરોડ PAN કાર્ડ બનેલા છે જેની સામે 20 કરોડ થી વધુ PAN હજુ આધાર સાથે લિન્ક થયેલ નથી. કરદાતા દ્વારા PAN આધાર લિન્ક ના કરવાના કારણ માં મુખ્ય કારણ આ બંને માં રહેલ વિગતો નો તફાવત છે. ઉદાહરણ તરીકે કોઈ સ્ત્રી લગ્ન પહેલા નોકરીમાં લાગેલા હોય ત્યારે નોકરીદાતા પાસે તેમનું લગ્ન પહેલાનું નામ હોય છે. લગ્ન પહેલા આ PAN કઢાવ્યું હોવાથી PAN પિતાના નામ સાથે હોય છે. જ્યારે લગ્ન બાદ આધાર કાર્ડ કઢાવ્યું હોવાના કારણે આધાર કાર્ડ માં સ્ત્રી ના નામ ની પાછળ પતિ નું નામ હોય છે. આ કારણે PAN તથા આધાર લિન્ક થઈ શકતું નથી. આ પ્રકારની અનેક મુશ્કેલી આધાર તથા PAN લીંકિંગ માં પડી રહી છે. વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ પોર્ટલ ના મધ્યમ થી સરકાર ને અપીલ કરે છે કે PAN આધાર ને લિન્ક કરવું એ દેશ હિત માં ચોક્કસ જરૂરી છે પરંતુ કરદાતા ને પડી રહેલી વ્યાવહારિક મુશ્કેલી દૂર કરવા સિસ્ટમ ઊભી કરવી કરદાતા ની હિત માં ખુબજ જરૂરી છે.

Leave a Response

error: Content is protected !!