ધર્મ જ્ઞાન

શુક્રએ બદલી છે ચાલ.. મકર અને સિંહ રાશિને ફાયદો, આ ત્રણ રાશિઓએ રાખવું ખાસ ધ્યાન

818views

 જૂન, મંગળવારે શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં ઉદય થઇ ગયો છે. તેના શુભ પ્રભાવથી 25 જૂન સુધી 9 રાશિઓને ધનલાભ અને સુખ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પણ દૂર થઇ શકે છે. આ સિવાય 3 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

જ્યોતિષાચાર્ય પં. મિશ્રા પ્રમાણે 12 રાશિઓ ઉપર શુક્રનો પ્રભાવઃ-

મેષઃ– શુક્રના ઉદય થવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે. સુખ-સુવિધાઓ વધી શકે છે. આવક અને બચત વધી શકે છે. આ સિવાય લેવડ-દેવડમાં ફાયદો પણ થશે. દાંપત્ય સુખ વધશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

વૃષભઃ– ધનલાભ થઇ શકે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પોતાના ઉપર ખર્ચ વધી શકે છે, પરંતુ તેનું સુખ પણ મળશે. અપોઝિટ જેન્ડરના લોકો પાસેથી મદદ મળી શકે છે. વિચારેલાં કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે.

મિથુનઃ– ખર્ચ વધશે. યાત્રાઓનો યોગ બની રહ્યો છે. દૂર સ્થાનના કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. સંતાનના સ્વાસ્થ્ય અને અભ્યાસને લઇને ચિંતા થશે. વિચારેલાં કાર્યો પૂર્ણ થશે નહીં, જેથી તણાવ વધી શકે છે. લવ લાઇફ ડિસ્ટર્બ રહેશે.

કર્કઃ– શુક્રના પ્રભાવથી સુખ વધશે. ફાયદો થશે. ધનલાભ થઇ શકે છે. રોકાણ અને લેવડ-દેવડ સાથે જોડાયેલી નવી યોજનાઓ બની શકે છે. પ્રોપર્ટીની ખરીદારી કે વેચાણમાં ફાયદો મળી શકે છે. માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. લવ લાઇફમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકશો.

સિંહઃ– નોકરી અને બિઝનેસમાં કરેલાં કાર્યોનો ફાયદો આવનાર દિવસોમાં મળી શકે છે. સુખ-સુવિધાની વસ્તુઓ ઉપર રૂપિયા ખર્ચ થઇ શકે છે. ભાઇઓ, મિત્રો અને સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળી શકે છે. જોબ અને કારોબારમાં નવી યોજનાઓ બની શકે છે. નવા લોકો સાથે મુલાકાત અને વાતચીત થઇ શકે છે.

કન્યાઃ– શુક્રનું ઉદય થવું તમારા માટે શુભ રહેશે. તેના પ્રભાવથી ધનલાભ થવાના યોગ બનશે. મહેનતનો ફાયદો મળશે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. સેવિંગ વધશે. અપોઝિટ જેન્ડરના લોકોની મદદથી ફાયદો થશે. કામકાજમાં મોટી જવાબદારી પણ મળવાની સંભાવના છે.

તુલાઃ– તમારી રાશિનો સ્વામી જ શુક્ર છે. આ ગ્રહના ઉદય થવાથી કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. જરૂરી કામ અધૂરા રહે તેવી સંભાવના છે. વિવાદ અને તણાવભર્યો સમય રહેશે. સમજ્યા-વિચાર્યાં વિના બોલવાથી નુકસાન થઇ શકે છે. તમારા રહસ્યોની વાત પણ ઉજાગર થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને બેદરકાર રહેવું નહીં.

વૃશ્ચિકઃ– શુક્રના પ્રભાવથી રોજિંદા કાર્યો સમયે પૂર્ણ થઇ જશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરતાં લોકોને ફાયદો મળી શકે છે. દાંપત્ય જીવન માટે પણ સમય સારો રહેશે. યાત્રાઓ થઇ શકે છે. પોતાના ઉપર ખર્ચ વધશે. સુખ અને વિલાસિતા વધારનારી વસ્તુઓની ખરીદારી પણ થઇ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની દૂર થશે.

ધનઃ– આ દિવસોમાં તમે સ્વાસ્થ્ય સંબંધિત સારી આદતો અપનાવી શકો છો. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો મળી શકે છે. અપોઝિટ જેન્ટરના લોકો સાથે સમય વિતશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થઇ શકે છે. અટવાયેલું ધન પાછું મળવાની સંભાવના છે.

મકરઃ– શુક્રનું ઉદય થવું તમારા જોબ અને બિઝનેસ માટે સારું રહેશે. અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. લેવડ-દેવડ અને રોકાણને લઇને સારી યોજનાઓ બની શકે છે. અપોઝિટ જેન્ડરના લોકો યોજના બનાવવામાં તમારી મદદ કરી શકે છે. જેનાથી તમને ફાયદો પણ મળશે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. સંતાન અને પિતાનું સુખ વધારવા માટે ખર્ચ થઇ શકે છે.

કુંભઃ– શુક્રના પ્રભાવથી ખર્ચ વધી શકે છે. માતાના સ્વાસ્થ્ય અને સુખની વસ્તુઓ ઉપર ખર્ચ થવાની સંભાવના છે. સંચાર સાધનો સાથે જોડાયેલાં લેવડ-દેવડ અને રોકાણમાં કિસ્મતનો સાથ ઓછો મળી શકશે. પ્રોપર્ટીના મામલે અપોઝિટ જેન્ડરવાળા લોકો સાથે વિવાદ થવાની સંભાવના છે. ધાર્મિક કાર્યો અને સજાવટી વસ્તુઓમાં રૂપિયા ખર્ચ થઇ શકે છે.

મીનઃ– શુક્રના ઉદય થવાથી તમને મહેનતનો ફાયદો મળી શકે છે. ભાઇઓ, મિત્રો અને સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળી શકે છે. અનેક મામલે તમને કિસ્મતનો સાથ પણ મળશે. આ દિવસોમાં નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલ નવી ઓફર પણ તમને મળી શકે છે.

Leave a Response

error: Content is protected !!