રાજનીતિ

દેશની જનતાએ ખોબે-ખોબે મત આપી ભાજપાને દેશભરમાં ઐતિહાસિક વિજય અપાવ્યો:મુખ્યમંત્રી વિજય રૂપાણી

77views

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 અંતર્ગત ખેરાલુ ખાતે ભાજપાના ઉમેદવારઅજમલજી ઠાકોરના સમર્થન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. રૂપાણીએ જણાંવ્યું હતું કે આગામી 21 ઑક્ટોબરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ બેઠકો પર જનતાના આશીર્વાદથી ભાજપાની જીત નિશ્ચિત છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને પૂનઃ એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે દેશની જનતાએ ખોબે-ખોબે મત આપી ભાજપાને દેશભરમાં ઐતિહાસિક વિજય અપાવ્યો અને ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર જનતાજનાર્દનના આશીર્વાદથી કમળ ખીલ્યું છે.

કોંગ્રેસની નેતાગીરી હતાશ અને નિરાશ થઇ ચૂકી છે, રાહુલ ગાંધી પણ હિંમત હારી ચૂક્યા છે અને કોંગ્રેસ દિન-પ્રતિદિન તૂટી રહી છે. ગુજરાતની રાજ્ય સરકાર ઇમાનદારીપૂર્વક પારદર્શિતા અને સંવેદનશીલતા સાથે સતત કાર્ય કરી રહી છે. ગુજરાતની સરકાર ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌને વિશ્વાસ’’ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે નિર્ણાયક પગલાં ભરી રહી છે

Leave a Response

error: Content is protected !!