રાજનીતિ

‘अमित शाह और भाजपा की यात्रा”પુસ્તક દ્વારા લોકો જાણશે અમિત શાહના જીવનના તમામ પહેલુ

117views

પાંચ જ વર્ષમાં દેશભરમાં ભાજપનો દિગ્વિજય ફેલાવવામાં અને મોટાભાગના રાજ્યોમાં ભાજપને અજેય સ્થિતિમાં મૂકવાનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલું જ અમિત શાહના ભાગે જાય છે. નિર્વિવાદપણે દેશના બીજા નંબરના શક્તિશાળી વ્યક્તિ તરીકેની ઓળખ મેળવી ચૂકેલા અમિત શાહની જન્મભૂમિ, કર્મભૂમિ ગુજરાત હોવા છતાં હાલમાં તેમના વિશે લખાયેલ પુસ્તક ‘अमित शाह और भाजपा की यात्रा”.માંકુશળ સંગઠક અને રણનીતિકાર તરીકે અમિત શાહના પાંચ વર્ષના સંઘર્ષ, દૃઢતા અને કાર્યકરોનો ઉત્સાહ વધારવાના પ્રયાસો,તેમના વ્યક્તિત્વ, શોખ, આદત અને વૈચારિક ઘડતર વિશેની તમામ વાતો પુસ્તકમાં ગુંથી લેવાઈ છે.

પુસ્તકમાં અદ્દભુત સ્મૃતિઓ ,ઘણી અજાણી છતાં રોચક બાબતો લખાયી છે:લેખક ડો. અનિર્બાન ગાંગુલી

  • અમિતભાઈ બે દાયકા કરતાં ય વધુ સમયથી ગુજરાતના રાજકારણમાં સક્રિય હોવા છતાં પુસ્તકમાં રજૂ થયેલી કેટલીક બાબતો એવી છે જે સંભવતઃ ગુજરાતના તેમના ચાહકો, સમર્થકો માટે પણ અજાણી છતાં રસપ્રદ હોય. પુસ્તકમાં રજૂ થયા મુજબ,
  • અમિતભાઈ નિયમિત રીતે ડાયરી લખે છે, જેમાં તેઓ પોતાના દૈનિક અનુભવો અને પ્રવૃત્તિઓમાંથી પોતે મેળવેલ લર્નિંગ નોંધે છે. પુસ્તકના લેખકને તેમણે કહ્યું હતું કે, ‘નિયમિત ડાયરી લખવાથી સ્વમૂલ્યાંકન કરવામાં મને સરળતા રહે છે.’
  • રાજનીતિની શતરંજમાં ભલભલા ચમરબંધીને મ્હાત કરી શકતાં અમિતભાઈ ચેસ રમવાના ય ભારે શોખીન છે. કિશોરવયથી જ શતરંજની રમતમાં કાબેલ બની ચૂકેલા અમિતભાઈ વિશે તેમના એક નિકટના વ્યક્તિએ લેખકને કહ્યું છે કે, ‘તેઓ સમયમાં નહિ, ચાલની સંખ્યામાં પોતાનો ગેમપ્લાન બનાવે છે. ગેમ શરૂ થાય તેની પાંચ મિનિટમાં જ તેઓ નક્કી કરી લે છે કે હવે પછીની આટલી ચાલમાં હું હરીફને શેહ આપી દઈશ.’

ખૂબ સારા માનવી છે અમિત શાહ:

બહુ ઓછા લોકોને જાણ હશે કે અમિત શાહના કાંડા પર કદી ઘડિયાળ જોવા નથી મળતી. કોઈએ કદાચ એ નોંધ્યું હોય તો પણ ઘડિયાળ ન પહેરવાનું કારણ તો ભાગ્યે જ કોઈને ખબર હશે. કદી ઘડિયાળ ન પહેરવા વિશે પુસ્તકમાં અમિત શાહ કહે છે કે, ‘ઊંચી પાયરીએ પહોંચ્યા પછી સાધારણ રીતે ભેટસોગાદ આપવાનો શિરસ્તો શરૂ થાય છે અને તેમાં પહેલી શરૂઆત ઘડિયાળથી જ થતી હોય છે. હું આ પ્રથાનો જ વિરોધ કરું છું માટે મેં ઘડિયાળ પહેરવાનું જ બંધ કરી દીધું, જેથી કોઈ મને ગિફ્ટ આપીને શરમાવી ન શકે.’

 ક્રિકેટના ખરા ચાહક છે અમિત શાહ:

એક સમયે ગુજરાત ક્રિકેટ એસો.માં સક્રિય રહી ચૂકેલા અમિત શાહ ક્રિકેટના ભારે શોખીન છે. રાજનીતિમાં સક્રિય થયા એ પછી પણ અગત્યની મેચ ટીવી પર જોવાનું તેઓ ચૂકતા ન હતા. પ્રવાસ કે સભાઓ દરમિયાન પણ તેઓ સાથીદારોને પૂછીને સ્કોર જાણતાં રહે છે.

અમિત શાહ એક જ્યોતિષ પણ છે:

જ્યોતિષમાં ભારે શ્રદ્ધા ધરાવતા અમિતભાઈ પોતે પણ જ્યોતિષના સારા એવા જાણકાર છે. બાળપણમાં સંઘની શાખામાં એક વડીલ સ્વયંસેવક પાસેથી પ્રાથમિક જ્યોતિષ શીખેલા અમિતભાઈએ પછી પોતાની જાતે જ્યોતિષનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. અમિત શાહના નીકટના એક વ્યક્તિએ લેખકને કહ્યા પ્રમાણે, દીકરા જય શાહનું પ્રથમ સંતાન દીકરી હશે એ વિશે તેમણે અગાઉથી જ પરિવારજનોને કહી રાખ્યું હતું અને ખરેખર દીકરીનો જ જન્મ થયો હતો.

કોણ છે પુસ્તકના લેખક?

ડો. અનિર્બાન ગાંગુલી બંગાળી વિદ્વાન છે, જે શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન (દિલ્હી)ના ડાયરેક્ટર છે. આ પુસ્તક તેમણે અમિત શાહની સહમતીથી તેમની સાથે પ્રવાસો, નિયમિત બેઠકો કરીને તેમજ તેમના નજદીકી પરિવારજનો, નેતાઓ, કાર્યકરોને મળીને લખ્યું છે. ડો. શિવાનંદ દ્વિવેદી આ પુસ્તકના સહલેખક છે.

કેમ થયા હતા પોતાના પુસ્તક લખવા પર નારાજ?

પક્ષના મુખપત્રો માટે, કાર્યકરોને પ્રેરણા મળે એ હેતુથી અમે તેમના પ્રવાસોનું ડોક્યુમેન્ટેશન કરી રહ્યા હતા. એક તબક્કે અમને લાગ્યું કે આ પ્રસંગો, ઘટનાઓ બિનભાજપ, બિનરાજકીય એવા વાચકો માટે પણ પ્રેરક અને રસપ્રદ બને તેમ છે. આથી પુસ્તકનો પ્રસ્તાવ મૂક્યો. આરંભે અમિતભાઈની સ્પષ્ટ મનાઈ હતી. વ્યક્તિ આધારિત પુસ્તક ન થવું જોઈએ એવો તેમનો આગ્રહ હતો. પરંતુ આ દરેક ઘટનાઓ પક્ષના કાર્યકરો ઉપરાંત અન્ય માટે પણ પ્રેરક બની શકે તેમ છે એવી અમે દલીલ કર્યા પછી તેઓ પુસ્તક માટે સહમત થયા.’

Leave a Response

error: Content is protected !!