Corona Update

ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લા જવા ઈચ્છો છો ? ચિંતા ના કરશો રૂપાણી સરકારે કરી છે આ યોજના

6.1Kviews

ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે કલેક્ટર દ્વારા આવતીકાલથી પરવાનગી આપવામાં આવશે આ માટે રૂપાણી સરકારે રૂપરેખા બનાવી લીધી છે. દરેક જિલ્લાના કલેક્ટર દ્વારા બીજા રાજ્યમાં જવા માટે નોંધણી થશે.

ગુજરાતમાં કોરોનાના કહેરને લઈને લોકડાન છે. ત્યારે શહેર સહિત ગુજરાતભરમાં વસતા અલગ અલગ જિલ્લાના લોકોએ વતન જવા દેવા માટેની માંગ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. જેને લઈને આજે સુરતમાં કલેક્ટર, મંત્રી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ રાજ્યના આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમજ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, આંતરજિલ્લામાં અવર-જવર કરી શકાશે, કલેક્ટરની ઓનલાઈન મંજૂરી લેવી પડશે. અવર-જવર માટે હાલ ખાનગી બસોને જ મંજૂરી અપાઈ છે. આવતીકાલથી અરજી કરી શકાશે અને ત્યારબાદ મંજૂરી લઈને વતન જઈ શકાશે.

 

7મી મેથી દરેક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા અંગે મળશે પરવાનગી 

ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાના જણાવ્યા પ્રમાણે બુધવારથી જે તે જિલ્લાના કલેક્ટર વતન જવા માંગતા લોકોની નોંધણી શરૂ કરશે. જે બાદમાં ગુરુવારથી ફસાયેલા લોકો મંજૂરી સાથે તેમના વતનમાં જઈ શકશે. એટલે કે ગુજરાતમાં મંજૂરી સાથે સાતમી મેથી આંતર જિલ્લા પ્રવાસની છૂટ આપવામાં આવશે.

મુસાફોના સ્ક્રિનિંગ બાદ જ બસને રવાના થવાની મંજૂરી અપાશે. એટલું જ નહીં નોંધણી કરાવ્યા બાદ મુસાફરોની યાદી જે તે જિલ્લાના કલેક્ટરને મોકલવામાં આવશે. તેમની સૂચના પ્રમાણે જ અને એટલા જ મુસાફરોને બસો મારફતે મોકલવામાં આવશે. જે તે જિલ્લામાં બસ પ્રવેશ કરશે ત્યાં પણ તમામ લોકોનું સ્ક્રિનિંગ થશે.

સુરતથી સૌરાષ્ટ્ર જવા કલેકટર દ્વારા મંજૂરી અપાશે, આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે
સુરતથી સૌરાષ્ટ્ર જવા આવતીકાલથી કલેકટર દ્વારા મંજૂરી અપાશે.  સુરતમાં રત્ન કલાકારો અને એમ્બ્રોઇડરી કારીગરોને વતનમાં મોકલવા આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે. તમામને લકઝરી બસ દ્વારા મંજૂરી આપી પોતાના વતનમાં મોકલશે. ઘરે જઈને તમામે ફરજિયાત 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન થવું પડશે. પ્રથમ ચાર દિવસ માત્ર લક્ઝરી બસો મંજૂરી આપવામાં આવશે. ત્યાર બાદ ખાનગી વાહનોને છૂટ અપાશે. ઓલપાડ અને દેલાડ ખાતે ચેક પોસ્ટ ઊભી કરાશે. મુસાફરોના સ્ક્રીનીંગ બાદ બસોને રવાના કરાશે.

આવી રીતે કરો

 

 

 

 

 

 

Leave a Response

error: Content is protected !!