Corona Update

રૂપાણી સરકારની બે મોટી જાહેરાત, પેટ્રોલ પંપ હવે 24 કલાક ખુલી શકશે અને…. વાંચો વધુ

19.2Kviews
  • હાઈવે પર આવેલા પેટ્રોલપંપ 24 કલાક શરૂ રહેશે …
  • જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચતી દુકાનો રોજ ખૂલશે, ઓડ ઈવન પ્રમાણે નહિ
  • પરપ્રાંતીય શ્રમિકો માટે આજે વધુ 55 ટ્રેન રવાના થશે
  • 21 મધ્યરાત્રિ સુધીમાં 699 ટ્રેન ચલાવી પરપ્રાંતીયો ને વતન મોકલાય
  • નિયમોનું પાલન કરીશું તો કોરોનાથી જલ્દી મુક્ત થઈશું
  • રાજ્યમાં જનજીવન સામન્ય થાય તેવો તંત્રનો પ્રયાસ

ગુજરાત સરકારના CMO સચિવ અશ્વિની કુમારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાઈવે પર હવેથી 24 કલાક પેટ્રોલપંપ ચાલું રહેવાની જાહેરાત કરી હતી.તો જીવન જરૂરિયાતની વસ્તુ માટેની દુકાનોને લઈને કહ્યુ કે તે દરોરજ ખુલી રહેશે. આ દુકાનો ઓડ ઈવન પ્રમાણે ખુલશે નહિ. પહેલાની જેમ જ અનાજ-કરિયાણાની દુકાન ખુલશે.

આ સિવાય પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં પહોંચાડવાના ભાગરૂપે ગઈકાલે 699 શ્રમિક ટ્રેન રવાના થઈ હતી. ત્યારે આજે વધુ 5 શ્રમિક ટ્રેન રવાના થવાની જાહેરાત કરી હતી. કોરોના સામે મળેલી છૂટછાટને લઈને જણાવ્યું કે, લોકોએ નવી જીવન શૈલીને સ્વીકારી છે. રાજ્યમાં હવેથી જીવન જરૂરિયાતની દુકાનો ચાલું રહેશે. લોકડાઉન-4માં પણ ઘણી છૂટ આપવામાં આવી છે. માસ્ક પહેર્યા વગર કોઈ બહાર નીકળે નહીં. સરકાર લોકોની લાગ્ણી અને અપેક્ષા સમજે છે.

Leave a Response

error: Content is protected !!