ધર્મ જ્ઞાન

હિંદુધર્મમાં થતી તીર્થયાત્રાનું વૈજ્ઞાનિક કારણ પણ છે,ધાર્મિક યાત્રા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

354views

આપણા હિંદુ સનાતન ધર્મમાં તીર્થ યાત્રા કરાવમાં આવે છે. પણ આજકાલની યંગ જનરેશનને તે કુલ નથી લાગતું. તેઓ વિચારે છે કે માત્ર વૃદ્ધ લોકો જ યાત્રાએ જાય અને ભગવાનના દર્શન કરે. આપણા ધર્મમાં ચાર ધામ યાત્રાથી લઈને સાત પુરી, અનેક પરિક્રમા વગેરે કરાવનો રિવાજ છે. આ બધાની પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. મોટા મોટા રિસર્ચરે પણ આ સાબિત કરી દીધુ છે.

દૈનિક જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓથી થોડાં સમય માટે મુક્તિ મેળવવા માટે તીર્થ યાત્રા કરવી સૌથી સારો ઉપાય છે. સતત એક જેવી દિનચર્યાના કારણે તણાવ વધે છે અને ઉત્સાહ ઘટી જાય છે. એવામાં જ્યારે આપણે તીર્થ યાત્રાએ જઇએ છીએ તો મન પ્રસન્ન થાય છે. નવી ઊર્જા મળે છે. યાત્રાથી પાછા ફરીને ઉત્સાહથી કામ કરી શકાય છે.

નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવિટી વધે છેઃ-
બધા જ મોટા તીર્થ ક્ષેત્રના મંદિરોનું નિર્માણ વાસ્તુ પ્રમાણે કરવામાં આવ્યું છે. મંદિરની બનાવટ એવી હોય છે કે, જ્યાં પોઝિટિવ ઊર્જાનો પ્રવાહ હંમેશાં બની રહે છે. મંદિરમાં આવનાર ભક્તોના નેગેટિવ વિચાર નષ્ટ થાય છે અને વિચાર પોઝિટિવ બને છે. મંદિર અને તીર્થને ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ કારણે મંદિર અથવા તીર્થએ જવાથી વ્યક્તિના મનને શાંતિ મળે છે.

તીર્થ ક્ષેત્રનું વાતાવરણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છેઃ-
મોટાભાગે પ્રાચીન તીર્થ અને મંદિર એવી જગ્યાઓએ બનાવવામાં આવ્યાં છે, જ્યાંનું પ્રાકૃતિક વાતાવરણ આપણાં સ્વાસ્થ્ય માટે લાભદાયક રહે છે. મંદિરોમાં દાદરા હોય છે, આ દાદરા ચઢવા-ઉતરવાથી કસરત થાય છે. ઘંટનો અવાજ નેગેટિવિટી દૂર કરે છે. ત્યાનું વાતાવરણ સુકૂન આપે છે.

તીર્થયાત્રા કરવાથી જ્ઞાન વધે છેઃ-
પ્રાચીન તીર્થ સ્થાને જવાથી વ્યક્તિ અનેક લોકોને મળે છે, તેમના રીતિ-રિવાજ જાળવાનો અવસર મળે છે, નવી જગ્યા જોવા મળે છે, તીર્થ ક્ષેત્રમાં જવાથી પૌરાણિક જ્ઞાન વધે છે. દેવી-દેવતાઓ સાથે જોડાયેલી કથાઓ અને પરંપરાઓ જાણવા મળે છે. વિવિધ સંસ્કૃતિઓ જાણવાનો અવસર મળે છે.

Leave a Response

error: Content is protected !!