રાજનીતિ

અંબાજી યાત્રાળુ અકસ્માત: પીએમ મોદીએ મૃતકના પરિવારને તથા ઘાયલ વ્યકિતઓને આર્થિક સહાયની કરી જાહેરાત

144views
  • PM મોદી મૃતકના પરિવારને રૂપિયા બે લાખ તથા ઘાયલ વ્યકિતઓને પચાસ હજાર રૂપિયાની સહાયની કરી જાહેરાત 
  • અંબાજી-દાંતા વચ્ચે ત્રિશૂલિયા ઘાટ પર સર્જાયો અકસ્માત
  • મોટાભાગના મૃતકો આણંદના ગામના વતનીઓ

કેમ અકસ્માત સર્જાયો??

ખડોલ ગામના લોકોઅંબાજી દર્શન માટે 60 લોકો ગયા હતાં. દર્શન કરી પરત ફરતી વખતેઅકસ્માત નડ્યો હતો. અંબાજીથી દાંતા વચ્ચેના રસ્તા પર ત્રિશુલીયા ઘાટ નજીક જે જગ્યા ચેતવણી ભયાનક વણાંકનું પાટીયું માર્યું છે. ત્યાં જ ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ગઈ હતી. આ સાથે ડ્રાઈવર બ્રેક પર પગ દબાવ્યો પણ બ્રેક ન લાગતાં બસ પલટી મારી. બસ રહેલા મોટા ભાગના યાત્રાળુઓ આણંદ જિલ્લાના વતની હતાં. તેઓ આણંદના ખડોલ, પામોલ, અંબાવ, સુંદણ ગામના વતની હતાં. હાલમાં આ બધા ગામોમાં માતમ છવાયો છે.  આ અકસ્માતમાં 21 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 14 પુરૂષ, 3 મહિલા અને 4 બાળકોના મોત થયા છે. અન્ય મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

આ સમગ્ર ઘટનાનો અહેવાલ પીએમ સુધી પહોંચતા જ મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તો હવે ટ્વિટર પર ગુજરાતીમાં ટવિટ કરી જણાંવ્યું હતું કે,તાજેતરમાં બનાસકાંઠામાં અંબાજી પાસે યાત્રાળુઓને નડેલા અકસ્માતમાં પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકના પરિવારને રૂપિયા બે લાખ તથા ઘાયલ વ્યકિતઓને પચાસ હજાર રૂપિયાની મદદ રકમ આપવામાં આવશે.

ખરેખર આ દુઃખની ઘડીમાં પીએમે આર્થિક સહાય કરી મૃતકના પરિવારજનોં તેવું સાથે મોદીએ દાખવ્યું છે.

Leave a Response

error: Content is protected !!