Corona Update

ટ્રેન ટિકીટ બુકિંગ શરૂ, કેવી રીતે બુકિંગ કરશો ?, ભાડુ કેટલુ ? ક્યા સ્ટેશન પર જશે ? બધુ જાણો

1.97Kviews

પેસેન્જર ટ્રેન શરૂ પણ આ છે નિયમો

◆ સ્ટેશનો પર ટિકિટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકિટ, કાઉન્ટર ટિકિટ આપવામાં નહીં આવે.
◆ માત્ર IRCTC ઓનલાઇન અથવા એપથી ટિકિટ બુક થશે, એજન્ટ દ્વારા ટિકિટ બુક નહીં કરી શકાય
◆ પ્રવાસ દરમિયાન ફેસ કવર કરવો જરૂરી છે. ડિપાર્ચર વખતે સ્ક્રિનીંગ થશે.
◆ માત્ર એ પ્રવાસીઓને મંજૂરી મળશે જેમાં સંક્રમણના લક્ષણો ન હોય.
◆ માત્ર એ પ્રવાસીઓને સ્ટેશન પર આવવાની મંજૂરી મળશે જેમની ટિકિટ કન્ફર્મ છે.

તા.12 મે થી 15 પેર રેલ્વે સેવાઓ એટલેકે કુલ 30 ટ્રેન સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો ને ધ્યાનમાં રાખી ને શરુ કરવા જઈ રહ્યા છે.

આ ટ્રેન ના બુકીંગ તા.11 મે સાંજે 4 વાગ્યાથી શરુ કરવામા આવશે

કયા-કયા જશે ટ્રેન?

પહેલાં દિવસે એટલે કે 12મી મેના રોજ રાજધાની દિલ્હીથી કુલ 15 સ્પેશ્યલ ટ્રેન ચાલશે. 15 ડેસ્ટિનેશન માટે પહેલાં તબક્કામાં નવી દિલ્હીથી ડિબ્રૂગઢ, અગરતાલા, પટના, બિલાસપુર, રાંચી ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, તિરૂવનંતપુરૂમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવી માટે ખાસ ટ્રેનનું સંચાલન થશે.

ટિકિટ કયારે અને કેવી રીતે મળશે?

પહેલાં તબક્કા માટે ટિકિટનું બુકિંગ સોમવારે એટલે કે આજે સાંજે 4 વાગ્યાથી થશે. ટ્રેનમાં ટિકિટ મેળવવા માટે IRCTCની વેબસાઇટ કે તેની મોબાઇલ એપ પર લોગઇન કરી ટિકિટ લેવી પડશે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે માત્ર આ ટ્રેનો માટે ટિકિટ માત્ર IRCTCની વેબસાઇટ (https://www.irctc.co.in/) કે પછી મોબાઇલ એપથી ઇન્ડિવિઝિયુઅલ યુઝરના એકાઉન્ટ પરથી જ બુક કરી શકાશે. તેના માટે એજન્ટ ના મારફત ટિકિટ કપાવી શકાશે નહીં.

સ્પેશ્યલ ટ્રેનનું ભાડું કેટલું છે?

આ સ્પેશ્યલ ટ્રેનોમાં રાજધાનીની બરાબર જ ભાડું હશે. કારણ એ પણ છે કે તમામ ટ્રેનોમાં માત્ર એસી કોચ જ લાગેલા હશે. તેની સીધી અસર પેસેન્જરના ખિસ્સા પર પડશે. લોકડાઉન દરમ્યાન જે પણ યાત્રીને મુસાફરી કરવાની જરૂર પડશે તેણે વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

ઓછા પૈસામાં ઘરે કેવી રીતે જશે?

મજૂરો, કામદારો અને અન્ય જરૂરિયાદમંદોને ચિંતા કરવાની જરૂર નથી. રેલવે એ સ્પષ્ટતા કરી કે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પહેલાંની જેમ ચાલતી રહેશે અને મજૂરો ભાડું આપ્યા વગર જ તેમના ગંતવ્ય સુધી પહોંચી જશે. તત્કાલ કે પ્રીમિયમ તત્કાલ જેવી ટિકિટ તેમાં મળશે નહીં. મતલબ કે તમારે કોઇપણ સંજોગોમાં સમયસર જ ટિકિટ લેવી પડશે. વધુ પૈસા આપીને તત્કાલ ટિકિટ મેળવવાના ભરોસે ના રહો.

દરેક જગ્યાએ થોભશે નહીં ટ્રેન

સ્પેશ્યલ ટ્રેનોમાં પેન્ટ્રી કારની સુવિધા હશે નહીં. ગંતવ્ય સુધી ઝડપથી પહોંચવા અને અર્થતંત્રને બચાવા માટે આ ટ્રેનો માત્ર સીમિત સ્ટેશનો પર જ ટ્રેન થોભશે.

 

Leave a Response

error: Content is protected !!