જાણવા જેવુતંત્રી લેખ

 પ્લાસ્ટિક ઝબલા બંધ પર નાના વેપારીઓ પરેશાન, પાલિકાનું બેવડું વલણ, સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર બંધનું એલાન

144views

પ્લાસ્ટિક ઝબલા બંધ થયા તેને આજે લગભગ 9 મહિના જેટલો સમય થયો. 15 ઓગસ્ટથી પ્લાસ્ટિક બંધનું અભિયાન ચાલ્યું, ખુબ સરાહનીય પગલું છે. સૌને પ્રદુષણમુક્ત અને સ્વચ્છ શહેરમાં રહેવાનો હક છે પણ આ ખાલી પર્યાવરણ દિવસ અને સ્વત્ર્યંતા દિવસ નજીક આવે ત્યારે જ કેમ થાય છે.. પ્લાસ્ટિક ઝબલા બંધ થવાથી ગલ્લાના વેપારી, ઝબલાના જથ્થાબંધ માર્કેટના વેપારીઓને કારણ વગર કેટલુ ભોગવવું પડ્યું છે તેના વિશે આજનો મારો લેખ છે. જરા વિચારજો ગુજરાત કેમ નાના વેપારીઓને અન્યાય થાય છે ?

 ઉપલેટા,રાજકોટ,જામનગર,દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના નાના વેપારીઓએ બંધનું એલાન કર્યુ છે. 

શું છે મુદ્દો ?

વેપારી જો ગ્રાહકને તેના વેચાણ સાથે પ્લાસ્ટિક આપવા ઈચ્છતા હોય તો પાલિકા પાસે રજીસ્ટ્રીટેશન કરી 48,000 રૂપિયા ભરવા ફરજીયાત છે. જો આ રજીસ્ટ્રીશેન ન હોય તો તે પ્લાસ્ટિક ગેરકાયદેસર ગણાય. આ કાયદો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કલમ 15-1માં લાગુ કરવામાં આવ્યો છે.

આ કાયદાનું પાલન અમુક વેપારીઓ પર જ થાય છે. ખાસ કરીને નાના ગલ્લાના વેપારીઓને આ કાયદા વિશે પુરતી માહિતી પણ નથી હોતી અને તેને કારણ વગર દસ હજાર સુધીનો દંડ ભરવો પડે છે. આ પહેલા 50-માઈક્રોનથી ઉપરના ઝબલા વાપરના તેવો નિયમ હતો જેના પર વેપારીઓ સહમત થયા હતા.પણ રોજ નવા કાયદા આવતા વેપારીઓને અલગ અલગ રીતે પરેશાન કરવામાં આવે છે.

આ તમામ બાબતોનો વિરોધ દર્શાવતા ઉપલેટાના વેપારીઓએ બંધનું એલાન કર્યુ છે અને સાથે જ પ્રશ્ન હલ ન થાય તો આગળ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 

શું છે વેપારીઓની માંગ ?

આજે એક પણ વ્યક્તિ એવી નથી જેને પ્લાસ્ટિક વિના ચાલી શકે.. પ્લાસ્ટિકનું ઉત્પાદન આરામથી થાયછે. ગ્રાહકો આરામથી ઉપયોગ કરે છે તો આ વેપારીઓને માત્ર દેખાવ કરવા માટે શા માટે પરેશાન કરવા જોઈએ

પ્લાસ્ટિક બંધ માટે એક જ સટીક કાયદો હોવો જોઈએ જેનો એક સરખો અમલ સમગ્ર ગુજરાતમાં હોવો જોઈએ. અહિં મહત્વની વાત એ છે કે પ્લાસ્ટિકનું ઉત્પાદન તમામ સ્થળે વિના રોકટોક પર થાય છે જ્યારે માત્ર તેના વેચાણ પર જ પ્રતિબંધ છે.

કાયદો બનાવો તો બધા માટે એકસરખો  બનાવો ને…

અને ગ્રાહકોને પણ ધન્યવાદ છે મોલમાં શોપિંગ કરતી સમયે 3 રૂપિયાથી લઈને 14 રૂપિયા આપશે પણ આ નાના વેપારીઓને એક રૂપિયો આપતા પણ ખચકાશે. નાના અને મધ્યમ વેપારીઓ ચારે તરફથી ફસાઈ ગયા છે. એક બાજુ સિસ્ટમ બીજી બાજુ ગ્રાહકો… પ્રિય ગ્રાહકો, આપણા નાણાકીય ચક્રના સ્તંભ સમાન આ વેપારીઓ સામે પણ જોજો

શુભ રાત્રિ

Leave a Response

error: Content is protected !!