Corona Update

ગુજરાતે કરેલા પ્લાઝમા થેરાપી પ્રયોગથી જન્મ્યું આશાનુ કીરણ, પ્લાઝમા આપેલા 2 દર્દીઓને ઓક્સીજનની જરૂરીયાતમાં નોંધાયો ઘટાડો

484views

કોરોના સામે ની લડાઈમાં ગુજરાત હાલમા અન્ય રાજ્યોની તુલનામાં અલગ તરી આવ્યુ છે. સ્થાનિક વેન્ટીલેટર બનાવવામાં, કોરોના ના જીનોમ ચેઈન ની માહિતી મેળવવામાં અને હવે કોરોના સંક્રમિત થયેલા અને ત્યાર બાદ સાજા થયેલ વ્યક્તિઓના લોહીમાંથી પ્લાઝમા અલગ તારવી તેને સંક્રમિત દર્દીઓને આપવાના પ્રયોગમાં પણ અગ્રેસર રહેલા ગુજરાતને આશા નુ કીરણ દેખાયું છે.

પ્લાઝમા ચઢાવેલા દર્દીઓમાંના 2 દર્દીઓને પ્લાઝમા આપ્યા બાદ તેમને જરુર પડતા ઓક્સીજન ની માત્રામાં ઘટાડો નોંધાયો છે જે પરિણામો સારા મળ્યા હોવાનો અને ભવિષ્યમાં આ રીતે અન્ય દર્દીઓને સાજા કરી શકાશે એ બાબત નો પાયો હોવાની વાત મનાઈ રહી છે.જોકે હાલમાં આ પ્રયોગ પ્રારંભિક કહી શકાય પરંતુ આવનાર સમયમાં કોરોનાની લડાઈ જ્યારે પણ યાદ કરાશે ત્યારે ગુજરાત અને ગુજરાતીનો ફાળો ચોક્કસ ધ્યાને લેવાશે તે નિશ્ચિત છે.

કેવી રીતે કામ કરશે પ્લાઝમાં પદ્ધતિ ? 

કોરોના પોઝિટિવમાંથી સાજા થયેલા લોકોના પ્લાઝમા લેવાશે અને તેને વેન્ટિલેટર ઉપર જે દર્દીઓની હાલત ક્રિટિકલ છે, તેના શરીરમાં પ્લાઝ્મા ટ્રાન્સમ્યુસ કરાશે. સાજા થયેલા લોકોમાં કોરોનાને હરાવવા માટેના પ્લાઝ્મા હોય છે. જેથી હાલ અમદાવાદમાં 2 પ્લાઝ્મા ડોનર તૈયાર કરવામાં આવ્યા. ત્યારબાદ આ બે ડોનરના પ્લાઝમાં દર્દીને અપાયા છે. આ બે દર્દીની હાલતમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે.

 

Leave a Response

error: Content is protected !!