રાજનીતિ

સર્વે : દરેક રાજ્યોમાં બસ એક જ અવાજ, મોદી….મોદી… છ વર્ષ પછી પણ મોદીની લોકપ્રિયતા ઘટી નથી.

363views

કોરોના સંકટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તે લોકોને ખૂબ ગમે છે. વડા પ્રધાન મોદીએ લીધેલા પગલાથી દેશના મોટાભાગના લોકો ખુશ છે. આઈએએનએસ-સીવીટર સ્ટેટ ઓફ નેશન સર્વેમાં વડા પ્રધાન મોદી દેશના મુખ્ય પ્રધાનો કરતા વધુ લોકપ્રિય છે. સર્વેમાં વડા પ્રધાન મોદીની એપ્રુવલ રેટિંગ 65.69 ટકા છે.

આ સર્વે એટલા માટે પણ મહત્વનો છે કારણ કે

  • દુનિયા આખી કોરોના વાયરસ મહામારીમાં દુનિયાના તમામ રાષ્ટ્રાધ્યક્ષોની લોકપ્રિયતા ઘટી છે
  • પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઉની આંચ પણ નથી આવી.
  • દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોદીના કામકાજથી 58.36 ટકા ભારતીયો ‘ખુબ જ સંતુષ્ઠ’ છે.
  • આઈએએનએસ-સી વોટરના ‘સ્ટેટ ઓફ્ફ ધ નેશન 2020’ સર્વે પ્રમાણે 65.69 ટકા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજથી સંતુષ્ઠ છે.

90 ટકા લોકોએ રોગચાળા સાથેના વ્યવહારમાં મોદી સરકારને અસરકારક ગણાવી

સમુદાયના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ્સના સર્વેમાં દેશના 90 ટકા લોકોએ કહ્યું હતું કે કોરોના સંકટને પહોંચી વળવા મોદી સરકાર અસરકારક રહી છે. 30 મેના રોજ, મોદી સરકાર તેની બીજી ટર્મના એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ પ્રસંગે, સર્વેક્ષણ કરેલા સ્થાનિક વર્તુળોમાંથી 90 ટકા લોકો માને છે કે મોદી સરકાર કોરોના વાયરસ સાથે અસરકારક રીતે કાર્યવાહી કરી રહી છે.

બિનભાજપ શાસિત રાજ્ય ઓરિસ્સામાં તો પીએમ મોદી લહેર

સર્વે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજથી 24.01 ટકા ભારતીયો કેટલીક હદે સંતુષ્ઠ અને 16.71 ટકા સંપૂર્ણ રીતે સંતુષ્ઠ છે. પણ જો રાજ્યોની વાત કરવામાં આવે તો જ્યાં ભાજપની સરકાર નથી તેવા ઓરિસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સૌથી વધારે છે. ઓરિસામાં 95.6 ટકા લોકો પીએમ મોદીના કામકાજથી સંતુષ્ઠ છે. તેમાંથી 84.87 ટકા ‘ખુબ જ સંતુષ્ઠ’ છે. રાજ્યમાં માત્ર 2.2 ટકા લોકો જ મોદીના કામથી અસંતુષ્ઠ છે.

હિમાચલ અને છત્તિસગઢમાં પણ 90 ટકાથે વધારે લોકો સંતુષ્ઠ

સર્વે પ્રમાણે ઓરિસા બાદ હિમાચલ પ્રદેશ, છત્તિસગઢ અને આંધ્ર પ્રદેશમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખુબ જ વધારે છે. હિમાચલમાં પીએમ મોદીની અપ્રુવલ રેટિંગ 93.5 ટકા જ્યારે છત્તિસગઢમાં 92.73 ટકા અને આંધ્ર પ્રદેશમાં 83.6 ટકા છે. ખાસ વાત એ છે કે, ઓરિસ્સાની જેમ જ આ 3માંથી 2 રાજ્યો છત્તિસગઢ અને આંધ પ્રદેશમાં ભાજપની સરકાર નથી. 

ઝારખંડમાં પણ પીએમની લોકપ્રિયતા યથાવત

ઝારખંડ કે જ્યાં ગત વર્ષે ભાજપ સત્તામાંથી બહાર ફેંકાઈ છે. ત્યાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા ખુબ જ વધારે છે. ત્યાં 64.26 ટકા લોકો મોદીની ખુબ જ સંતુષ્ઠ છે જ્યારે રાજ્યમાં પીએમ મોદીની સરેરાશ અપ્રુવલ રેટિંગ 82.97 ટકા છે.

મહારાષ્ટ્રમાં 71.48 ટકા લોકો પીએમ મોદીથી સંતુષ્ઠ

ભાજપ શાસિત કર્ણાટક અને મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં તેમની લોકપ્રિયતા ના હોય તો જ નવાઈ કહેવાય. પરંતુ શિવસેના-કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર ધરાવતા મહારાષ્ટ્રમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા ઘણી જ વધારે છે. મહારાષ્ટ્રમાં 71.48 ટ્કા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજથી સંતુષ્ઠ છે. જ્યારે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ પીએમ મોદીની અપ્રુવલ રેટિંગ 69.45 ટકા છે.

Leave a Response

error: Content is protected !!