Corona Update

પીએમ મોદીએ કર્યો ઈશારો : લોકડાઉન પુર્ણ નહિ થાય, રાજ્ય સરકાર કરી રહી છે તૈયારીઓ

1.08Kviews

એક બાજુ  કોરોનાનો ભરડો વધી રહ્યો છે અને બીજી બાજુ અટકળો શરૂ થઈ ગઈ છે કે લોકડાઉન વધશે. આ પહલે રોજ મંત્રી અને રાજ્ય સરકાર સાથે પીએમ મોદી સંપર્કમાં રહે છે. રાજ્ય સરકાર સહિત અનેક રાજકીય પાર્ટી લોકડાઉન વધારવાની માંગ કરી છે. ઓરિસ્સામાં તો અત્યારથી જ 30 એપ્રિલ સુધી લોકડાઉન  જાહેર થઈ ગયું છે.

 કોરોના મહામારીથી દરેક જિંદગી બચાવવી એ જ મારી સરકારની પ્રાથમિકતા છે : વડા પ્રધાન

 વડાપ્રધાને રાજ્ય સાથેની કોન્ફરન્સ મિટીંગમાં અનેક એવી વાત કરી હતી જેનાથી સ્પષ્ટ જણાયુ કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન એકસાથે તો હટાવી લેવામાં નહિ આવે. મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યો, જિલ્લા તંત્રો અને નિષ્ણાતોએ સૂચન કર્યાં છે કે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવે. બીજેડીના પિનાકી મિશ્રાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ૧૪મી એપ્રિલે એકસાથે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ઉઠાવી લેવાશે નહીં.

હાલનો ઘટનાક્રમ માનવતાનો ઇતિહાસ બદલી નાખશે : વડા પ્રધાન

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા કોવિડ-૧૯ના ગંભીર પડકાર સામે ઝઝૂમી રહી છે. હાલનો ઘટનાક્રમ માનવતાના ઇતિહાસને બદલી નાખશે. આપણે તેનો સામનો કરવા માટે પોતાને સજ્જ કરવા પડશે.

બદલાતા સંજોગો સાથે જનતાએ વર્કિંગસ્ટાઇલમાં બદલાવ કરવો પડશે : મોદી

મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, બદલાતા સંજોગોમાં જનતાએ વર્ક કલ્ચર અને વર્કિંગ સ્ટાઇલમાં પણ બદલાવ લાવવો પડશે. કોવિડ-૧૯ના કારણે દેશ અત્યારે ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે પરંતુ સરકાર આ તમામ પડકારોમાંથી બહાર આવવા પ્રતિબદ્ધ છે.

૮૦ ટકા પાર્ટીઓએ લોકડાઉન લંબાવવાની હિમાયત કરી : આઝાદ

કોંગ્રેસના રાજ્યસભામાં નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે, ૮૦ ટકા રાજકીય પાર્ટીઓએ દેશમાં કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા લાગુ કરેલા ૨૧ દિવસના લોકડાઉનને લંબાવવાની હિમાયત કરી હતી.

Leave a Response

error: Content is protected !!