Corona Update

મોદીએ આપ્યા એ પાંચ આધારસ્તંભ જેના દ્વારા ભારત બનશે આત્મનિર્ભર, આ સ્તંભ આવી રીતે આવશે અમલમાં

500views

* આત્મનિર્ભર ભારતની ભવ્ય ઈમારત પાંચ પીલર પર ઊભેલી છે.
1. અર્થવ્યવસ્થાઃ એક એવી વ્યવસ્થા જે ક્વોન્ટમ જમ્પ આપે.
2. માળકાગત સુવિધા, જે આધુનિક ભારતની ઓળખ બને.
3. સિસ્ટમ, જે એકવીશમી સદીના સપનાને સાકાર કરતી ટેક્નોલોજી ડ્રિવન હોય.
4. ભારતીય લોકતંત્ર, જે દુનિયામાં સૌથી મોટી છે.
5. ડિમાન્ડ, જે સપ્લાયની સાથે તાલમેલ વધારેવિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે

એકવીસમી સદી ભારતની છે. કોરોના પહેલાં અને કોરોના પછી એમ વિશ્વને જો નવી નજરે જોવામાં આવે તો એ વિશ્વાસ મજબૂત બને છે કે એકવીસમી સદી ભારતની જ હશે.

* એ સ્વપ્ન સાકાર કરવા માટે એક જ રસ્તો છેઃ આત્મનિર્ભરતા
એક રાષ્ટ્ર તરીકે આપણે બહુ જ મહત્વના વળાંક પર ઊભા છીએ. આ આફત પણ ભારત માટે એક સંકેત, એક સંદેશ, એક અવસર લઈને આવી છે.

* જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કિટ બનતી ન હતી. એન-95નું પણ નહિવત્ત ઉત્પાદન હતું. આજે ભારતમાં દરરોજ 2 લાખ પીપીઈ કિટ અને 2 લાખ એન-05 માસ્ક બની રહ્યા છે. આ એટલાં માટે આપણે કરી શક્યા કે ભારતમાં આફતને અવસરમાં બદલવાની આવડત છે.

* આત્મનિર્ભરતાનો અર્થ એવો નથી કે આત્મકેન્દ્રિત અર્થ વ્યવસ્થા હોય. ભારતની આત્મનિર્ભરતા વસુધૈવ કુટુમ્બકમ પ્રકારની છે. જે પૂરા વિશ્વને પરિવાર માનતી હોય. ભારતની આત્મનિર્ભરતા એક સુખી, સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરશે.

Leave a Response

error: Content is protected !!