રાજનીતિ

PM મોદીએ પુતિન સાથે વાત કરી : રશિયા આપશે 33 ધાક્કડ લડાકુ વિમાન, ચીનને લાગ્યા મરચા

1.22Kviews

લદ્દાખમાં ચીન સાથે સરહદ મામલે ભારે તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન સાથે ફોન પર ચર્ચા કરી હતી. જેમાં પુતિને ભારતને લઈને સકારાત્મક લવણ અપનાવ્યું હતું. રશિયાએ ભારતને ચીન સાથેની તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં જ 33 ઘાતક યુદ્ધ વિમાનો આપવાની તૈયારી દાખવી છે.

રશિયા પાસેથી 33 ફાઈટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મજૂરી આપી છે. 18 હજાર 148 કરોડ રૂપિયાના આ પ્રપોઝલ અંતર્ગત રશિયા પાસેથી 12 સુખોઈ-30 MKI અને 21 મિગ-29 ખરીદવામાં આવશે. આ સિવાય દેશ પાસે હાલ ઉપલબ્ધ 59 મિગ-29ને અપગ્રેડ પણ કરવામાં આવશે.

ભારતના રક્ષામંત્રાલયે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા એક મોટી ડીલને મંજૂરી આપી દીધી છે. જેમાં ભારતીય સેના માટે નવા યુદ્ધ વિમાનો અને મિસાઈલો ખરીદવાની જોગવાઈ છે. રશિયા પાસેથી યુદ્ધ વિમાનો ખરીદવા માટે 18,148 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી ભારત રશિયા પાસેથી સુખોઈ-30MKI અને મિગ-29 યુદ્ધ વિમાનો ખરીદશે.

Leave a Response

error: Content is protected !!