રાજનીતિ

‘વાયુ’ વાવાઝોડાની પરિસ્થિતિ જાણવા પીએમ મોદીએ સીએમ રૂપાણીને કર્યો ફોન

134views

હાલ પીએમ મોદી વિદેશ પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ મુખ્યમંત્રી રૂપાણીને ફોન કરીન વાવાઝોડાના અપડેટ મેળવ્યા હતા. સીએમઓ ગુજરાત દ્વારા કરવામાં આવેલી ટ્વિટમા ઉલ્લેખ કર્યો કે, વાવાઝોડાની અસર સામે પહોંચી વળવા માટે સેન્ટ્રલ ગર્વમેન્ટ તરફથી તમામ મદદ પહોંચાડવામાં આવશે.

ગુજરાતમાં આવેલા ‘વાયુ’ વાવાઝોડાને લઈ રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જેને પગલે SCO(શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન) સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેક એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાજ્યમાં આવી રહેલા ‘વાયુ’ વાવાઝોડા અંગે વિગતવાર ચર્ચા કરીને વિગતો મેળવી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનને રાજ્ય સરકાર દ્વારા આ સંભવિત વાવાઝોડાની આફતને પહોંચી વળવાની તંત્રની સજ્જતા અને હાથ ધરાયેલા આગોતરા આયોજનથી માહિતગાર કર્યા હતાં.

આ સિવાય વડાપ્રધાને સંભવિત આપત્તિની આ ઘડીમાં કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે છે, તેવી ખાતરી સાથે ગુજરાતના પ્રજાજનો માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ અને સહાયની ખાતરી પણ આપી હતી.

Leave a Response

error: Content is protected !!