Corona Update

PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક, ગુજરાતમાં ઈન્ક્યુબેશન સાઈકલ પુરો કરવા 16 મે સુધી લંબાઈ શકે લોકડાઉન

4.48Kviews

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠક હાલમાં ચાલી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યાથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી રહ્યા છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડા પ્રધાનની આ ત્રીજી બેઠક છે. વડા પ્રધાને પહેલેથી જ મુખ્ય પ્રધાનો સાથે કોરોના વાયરસની સ્થિતિ અને તેના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન અંગે બે વખત વાતચીત કરી છે.

20 માર્ચે પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત
દેશમાં કોરોનાના કેસ વધ્યા પછી 20 માર્ચે (શુક્રવારે) વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ઈન્ફેક્શન રોકવાના ઉપાય પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીઓને ઈન્ફેક્શનને કાબુમાં કરવા માટે લોકો અને સ્થાનિક પ્રશાસન વચ્ચે તાલમેલ વધારવાની વાત કરી હતી. આ દરમિયાન રાજ્યોમાં ટ્રેન્ડ સ્ટાફ વધારવા અને સ્થાનિક સ્વાસ્થયકર્મીઓને ટ્રેનિંગ આપવાના મુદ્દે પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ સિવાય બેઠકમાં બીમારીની સારવાર માટે રાજ્યોમાં ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

11 એપ્રિલે બીજી વખત વીડિયો કોન્ફરન્સ થઈ
લોકડાઉનનો પહેલો તબક્કો 14 એપ્રિલે પૂરો થયો હતો. તે પહેલાં પણ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને લોકડાઉન વધારવા વિશે સૂચનો માંગ્યા હતા. આ દરમિયાન મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે, જાન હૈ તો જહાન હૈ. જ્યારે મેં રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો ત્યારે આ જ વાત પર જોર આપ્યું હતું કે, દરેક નાગરિકનો જીવ બચાવવા માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ખૂબ જરૂરી છે. જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના જીવ અને દુનિયા બંનેની ચિંતા કરીને પોતાની જવાબદારી નીભાવશે, સરકાર અને પ્રશાસનના દિશા-નિર્દેશોનું પાલન કરશે ત્યારે કોરોના સામે આપણી લડાઈ વધારે મજબૂત થશે.

Leave a Response

error: Content is protected !!