Corona Update

આનંદો… નાનાઉદ્યોગો અને ખેડુતો માટે 20 હજાર કરોડની લોન આપશે મોદી સરકાર

1.09Kviews

મોદી કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. ખેડૂત અને ઉદ્યોગ અંગે ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, MSMEને 20 હજાર કરોડની લોનના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે, જેનાથી નોકરીને તક વધશે. કેબિનેટના નિર્ણયથી કરોડો ખેડૂતોનું ભલુ થશે.દેશમાં 6 કરોડથી વધારે MSME થી 11 કરોડથી વધારે લોકોને રોજગારી મળશે.

મળતી માહિતી પ્રમાણે, પીએમ આવાસ પર આર્થિક મામલાઓ અંગે કેબિનેટ કમિટિ અને સુરક્ષા પર કેબિનેટ કમિટિની મિટિંગ પણ થઈ શકે છે. આ બન્ને બેઠકોમાં આર્થિક મુદ્દે લદ્દાખમાં ચીનની હરકતો અંગે ચર્ચા થઈ શકે છે.
31મે ના રોજ લોકડાઉનનો ચોથો તબક્કો ખતમ થઈ ગયો છે. આજથી અનલોક-1 શરૂ થઈ ગયું છે. હવે એકથી બીજા જિલ્લા અથવા રાજ્યમાં જવા માટે ઈ-પરમિટની જરૂર નહીં પડે. હવે રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. પહેલા સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી પ્રતિબંધ હતો

Leave a Response

error: Content is protected !!